Home /News /lifestyle /'લાલ મરચાનું અથાણું' બનાવો ત્યારે આ ખાસ રીતે તૈયાર કરેલો મસાલો, ટેસ્ટમાં બહાર જેવું જ બનશે
'લાલ મરચાનું અથાણું' બનાવો ત્યારે આ ખાસ રીતે તૈયાર કરેલો મસાલો, ટેસ્ટમાં બહાર જેવું જ બનશે
ભરેલા લાલ મરચાનું અથાણું
How to Make Lal Mirch ka Achaar: લાલ મરચાનું નામ સાંભળતા જ લોકોનો પરસેવો છૂટી જાય છે, પરંતુ લાલ મરચાનું અથાણું તમે ક્યારે પણ ઘરે બનાવ્યુ છે? જો ના તો તમે એક વાર જરૂર ટ્રાય કરો. આ અથાણું ખાવાની બહુ જ મજા આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લાલ મરચાનું અથાણું પરાઠા અને રોટલી સાથે ખાવાની બહુ જ મજા આવે છે. હાલમાં બજારમાં એકદમ ફ્રેશ લાલ મરચા મળી રહ્યા છે. લાલ મરચા જોતાની સાથે લેવાની ઇચ્છા થઇ જાય એવા મસ્ત માર્કેટમાં આવી ગયા છે. તમને જાણીને નવાઇ લાગશે કે લાલ મરચા હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તમે સ્પાઇસી ખાવાના શોખીન છો તો લાલ મરચાનું અથાણું તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. મસાલેદાર અને સ્પાઇસી લાલ મરચાનું અથાણું તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો જાણો ઘરે કેવી રીતે સરળતાથી લાલ મરચાનું અથાણું બનાવશો.
લાલ મરચાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ એખ કડાઇ લો અને એમાં વરિયાળી, જીરું, અજમો, મેથી દાણા અને કાળા મરીને 2 મિનિટ માટે શેકી લો. આમ કરવાથી મસાલામાં ભેજ રહેતો નથી. આ સાથે જ અથાણામાં સ્વાદ અને સ્મેલ બન્ને બહુ મસ્ત આવે છે.