Home /News /lifestyle /છાતી-ગળામાં કફ જામવો, શરદી અને ખાંસીમાંથી તરત રાહત અપાવે છે દૂધ, આ રીતે બનાવો ઘરે અને રોજ પીઓ
છાતી-ગળામાં કફ જામવો, શરદી અને ખાંસીમાંથી તરત રાહત અપાવે છે દૂધ, આ રીતે બનાવો ઘરે અને રોજ પીઓ
જાણો આ દૂધ પીવાના ફાયદા
kesar haldi milk recipe: કેસર હળદર દૂધ ઠંડીની સિઝનમાં પીવાની બહુ જ મજા આવે છે. આ દૂધ તમે આ પ્રોપર રીતે બનાવો છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આ દૂધ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તો તમે પણ રોજ ઠંડીમાં આ દૂધ પીઓ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં નાના બાળકોથી લઇને મોટા લોકો..એમ દરેક લોકો શરદી-ખાંસી અને વાયરલની ઝપેટમાં આવી જતા હોય છે. ખાસ કરીને નાના બાળકોને આ સમસ્યા વધારે થાય છે. આ માટે શિયાળાની સિઝનમાં દૂધ અને કેસરનું બહુ મહત્વ છે. શિયાળાની સિઝનમાં લોકો સ્પેશયલ બહાર ગરમ-ગરમ કેસરવાળુ દૂધ પીવા માટે જતા હોય છે. આ દૂધ શરીરમાં ગરમાવો લાવવાનું કામ કરે છે. તો આજે અમે તમને કેસર હળદર દૂધની રેસિપી જણાવીશું. આ દૂધ તમે ઠંડીમાં પીઓ છો તો શરદી-ખાંસી જેવી અનેક નાની-મોટી બીમારીઓમાંથી બચી શકો છો. આ દૂધ બનાવવુ ખૂબ જ સરળ છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો કેસર હળદર દૂધ.
હવે ગેસ બંધ કરી દો અને દૂધને કાચના ગ્લાસમાં લઇ લો.
તો તૈયાર છે કેસર હળદર દૂધ.
આ દૂધ પર બદામ નાંખો અને ગાર્નિશ કરો.
આ દૂધ તમે રોજ પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.
જાણો આ દૂધ પીવાના ફાયદા
આ દૂધમાં કેસર હોવાથી એની તાસીર ગરમ હોય છે જે શિયાળામાં પીવાથી ઠંડીમાં ગરમાવો રહે છે અને સાથે સ્કિનનો ટોન પણ મસ્ત થાય છે.
હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણ હોય છે જે તમે રોજ પીઓ છો તો શરદી-ખાંસીમાંથી રાહત થાય છે. આ સાથે જ તમને બહુ ઉધરસ થઇ છે તો તમે આ દૂધ પીવાનું શરૂ કરી દો. આ દૂધ પીવાથી કફ છૂટ્ટો પડવા લાગે છે અને તમને રાહત થાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર