Home /News /lifestyle /ટેસ્ટી-ટેસ્ટી 'ઇડલી ચાટ' બનાવવા માટે નોંઘી લો આ રીત, મજ્જા પડી જશે ખાવાની
ટેસ્ટી-ટેસ્ટી 'ઇડલી ચાટ' બનાવવા માટે નોંઘી લો આ રીત, મજ્જા પડી જશે ખાવાની
ટેસ્ટી ઇડલી ચાટ ઘરે બનાવો
Idli Chaat Recipe: ઇડલી ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે આ રીતે ઇડલી ચાટ બનાવશો તો ટેસ્ટમાં બહુ જ ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે. આ ચાટ તમે ઘરે આવતા મહેંમાનો માટે બનાવો છો તો આવનાર મહેમાન ખાતાની સાથે જ ખુશ-ખુશ થઇ જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બ્રેકફાસ્ટમાં ઇડલી હોય તો ખાવાની મજા પડી જાય છે. ઇડલીમાંથી બનતી ચટાકેદાર ચાટ બહુ ઓછા લોકોએ ખાધી હોય છે. આ ચાટ તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ચાટ તમે બાળકોને બનાવીને આપો છો તો એ હોંશે-હોંશે ખાઇ લે છે અને ખાવામાં કોઇ નખરા પણ કરતા નથી. ઇડલી સાઉથ ઇન્ડિયન ફુડ છે જે સ્વાસ્થ્ય માટે સારું હોવાને કારણે અનેક ઘરોમાં બનાવવામાં આવે છે. આમ, જો તમે ઇડલી ખાઇ-ખાઇને કંટાળી ગયા છો તો આ ઇડલી ચાટ તમે એક વાર જરૂરથી ઘરે ટ્રાય કરો. આ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો.