Home /News /lifestyle /સાદી દાળને ચટાકેદાર બનાવવા આ રીતે હિંગ-જીરાનો તડકો કરો, સ્વાદમાં ઢાબા જેવી બનશે

સાદી દાળને ચટાકેદાર બનાવવા આ રીતે હિંગ-જીરાનો તડકો કરો, સ્વાદમાં ઢાબા જેવી બનશે

આ દાળ ટેસ્ટી બને છે.

Hing tadka dal: સાદી દાળ ખાઇ-ખાઇને અનેક લોકો કંટાળી જતા હોય છે. સાદી દાળને તમે આ રીતે ટેસ્ટી બનાવી શકો છો. સાદી દાળમાં તમે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે હિંગનો તડકો કરો છો તો સ્વાદિષ્ટ બને છે અને ભાત સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ ઘરે બનાવો આ દાળ.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં દાળ બનતી હોય છે. દાળમાં પણ હવે તો અનેક પ્રકારની વેરાયટી મળે છે. રેસ્ટોરન્ટમાં પણ દાળ અનેક પ્રકારની હોય છે. ઢાબા સ્ટાઇલની દાળનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. સ્વાદિષ્ટ અને ચટાકેદાર દાળ અને પરાઠા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. દાળમાં તડકાનું મહત્વ વધારે હોય છે. દાળમાં તમે પ્રોપર તડકો કરો છો તો ટેસ્ટ મસ્ત આવે છે અને સાથે ખાવાની મજા આવે છે. તો આજે અમે તમારી માટે એક મસ્ત દાળની રેસિપી લઇને આવ્યા છીએ. આ દાળ તમે ભાત સાથે ખાઓ છો તો મજ્જા પડી જાય છે. તો જાણો ઘરે કેવી રીતે સાદી દાળમાં હિંગનો તડકો કરશો. તમે આ પ્રોપર રીતે તડકો કરશો તો ખાવાની મજા આવશે અને સાથે ટેસ્ટી બનશે.

સામગ્રી


બે કપ અડદની દાળ

એક નાની ચમચી હળદર

એક નાની ચમચી લાલ મરચું

આ પણ વાંચો:ઠંડીની સિઝનમાં આદુની આ રેસિપી ઘરે બનાવો

એક નાની ચમચી જીરું

એક ચપટી હિંગ

એક આખુ મરચું

બે મોટી ચમચી માખણ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • સાદી દાળમાં હિંગનો તડકો કરવા માટે સૌથી પહેલા અડદની દાળ લો અને એને પલાળી રાખો.

  • પછી આ દાળને કુકરમાં બાફી લો.


આ પણ વાંચો:આ રીતે ઘરે મમરાની ઉપમા બનાવો



    • જરૂરિયાત અનુસાર દાળમાં પાણી નાખો અને પછી એમાં હળદર, મીઠું નાંખીને મિક્સ કરી લો.

    • બે -થી ત્રણ સિટી વગાડીને દાળનો ગેસ બંધ કરી દો.

    • પછી એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

    • ઘી ગરમ થઇ જાય એટલે હિંગ, જીરું અને આખુ લાલ મરચું નાંખો.

    • કડાઇમાં બાફેલી દાળ એડ કરો અને ધીમા ગેસે થવા દો.

    • 5 થી 7 મિનિટ રહીને ગેસ બંધ કરી દો અને દાળને ચમચાની મદદથી હલાવી દો.

    • છેલ્લે દાળમાં ઝીણી સમારેલી કોથમીર નાંખો.






  • તો તૈયાર છે ઢાબા સ્ટાઇલની હિંગ તડકા દાળ.

  • હિંગ તડકા દાળ તમે ભાતની સાથે ખાઓ છો મજ્જા આવે છે. આ દાળ ઠંડીની સિઝનમાં ખાવાની મજા આવે છે.

  • તો તમે પણ ઘરે બનાવો આ દાળ અને ખાવાની મજા માણો.

First published:

Tags: Life style, Recipes

विज्ञापन