દરેક લોકોની ભગવાન માટેની શ્રદ્ધા અલગ અલગ પ્રકારની હોય છે. ઘણા લોકો ભક્તિ કરે છે, તો ઘણાં દાન-પુણ્ય કરે છે, તો ઘણા ઉપવાસ પણ કરે છે. તો આજે તમને ફરાળમાં ભૂખ લાગે ત્યારે ખાઈ શકાય તેવી વાનગીની રેસિપિ શૅર કરવા જઈ રહ્યા છે. તો નોંધી લો તેને બનાવવાની રીત... ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ઘારી ઘરે બનાવો..
ફરાળી ઘારી મોદક બનાવવાની રીત: સૌથી પહેલાં એક બાઉલમાં રાજગરાનો લોટ લઈ તેમાં ઘી નું મોણ નાખી દૂધ ઉમેરતા જઈ મીડિયમ લોટ બાંધી લો. આ લોટને 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપો. ત્યારબાદ એક પેનમાં ઘી લઈને તેમાં માવો ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ, કાજુ, બદામની કતરણ, ઇલાયચી પાવડર નાખી બધું હલાવવું અને સ્ટફિંગ બનાવી તેમાંથી નાના નાના બોલ બનાવી લો. ત્યાર બાદ લોટ લોટમાંથી પૂરી વણી તેમાં માવા નું સ્ટફિંગ ભરી કવર કરી બંધ કરી લો. પછી તેને ઘીમાં ગુલાબી થાય તેમ તળી લો.
- ત્યારબાદ ઘી લઈને સહેજ ગરમ કરી ઠંડુ થયા પછી ફ્રીઝમાં ઠંડુ કરા લો. પછી આ ઘી ને બીટ કરી લો.
- ઘારી તળાઈ ગયા બાદ તેને થીજેલા ઘીમાં ડીપ કરી પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ફરાળી ઘારી. ફરાળ કરવાની ખૂબ જ મજા પડી જશે.
આ જ ઘારીને મોદકનો આકાર આપીને ગણપતિના પ્રસાદમાં પણ ધરાવીને ભોગ લગાવી શકાય છે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર