Home /News /lifestyle /How to Make Desi Ghee: આ રીતે ઘરે બનાવો શુદ્ધ અને પૌષ્ટિક દેસી ઘી, હેલ્થને થાય છે અનેક ફાયદાઓ
How to Make Desi Ghee: આ રીતે ઘરે બનાવો શુદ્ધ અને પૌષ્ટિક દેસી ઘી, હેલ્થને થાય છે અનેક ફાયદાઓ
દેસી ઘી બનાવવાની રીત
How to Make Desi Ghee: આજકાલ બજારમાં અનેક પ્રકારના ભેળસેળના ઘી મળતા હોય છે. આ ઘી હેલ્થને અનેક રીતે નુકસાન કરે છે. આ સાથે જ તમે આ ટાઇપનું ઘી ખાવાથી અનેક બીમારીઓ તમારા શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે ઘણાં બધા લોકો ઘરમાં દેસી ઘી બનાવતા હોય છે. દેસી ઘી ખાવાનો ટેસ્ટ વધારે છે અને સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. સામાન્ય રીતે બજારમાં જે ઘી મળે છે એમાંથી ઘણાં બધા ડુપ્લીકેટ મળે છે જે હેલ્થને અનેક રીતે નુકસાન કરે છે. ઘણી વાર ઘીમાં દૂધની મિલાવટના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ માટે બજારમાંથી ઘી જ્યારે લાવીએ ત્યારે અનેક સવાલો મનમાં થતા હોય છે. પરંતુ આજે અમે તમને દેસી ઘી કેવી રીતે બનાવશો એ જણાવીશું. દેસી ઘી તમે આ રીતે ઘરે બનાવો છો તો પ્યોર બને છે અને સ્વાસ્થ્યને પણ અનેક ફાયદો થાય છે. તો આ રીતે ઘરે બનાવો દેસી ઘી.
દૂઘમાં જામતી મલાઇમાંથી તમે સરળતાથી ઘરે દેસી ઘી બનાવી શકો છો. દેસી ઘી તમે સરળતાથી તૈયાર કરી શકો છો. આ ઘીમાં સો ટકા શુદ્ધ હોવાની તમને ગેરંટી મળે છે. આ ઘી તમે બાળકોની હેલ્થને પણ અનેક ઘણો ફાયદો પહોંચાડે છે.
દેસી ઘી બનાવવાની રીત
દેસી ઘી બનાવવા માટે સૌ પ્રથમ 2 થી 3 અઠવાડિયા માટે એક વાસણમાં મલાઇ સ્ટોર કરી લો. આ માટે તમે ફુલ ફેટવાળુ દૂધ લો અને દૂધને ગરમ કરીને આખી રાત ઠંડુ થવા માટે મુકી દો. ત્યારબાદ બીજા દિવસે સવારમાં દૂધની ઉપર મલાઇ જામી ગઇ હશે. આ મલાઇને એક વાસણમાં લઇ લો. આ પક્રિયામાં તમે 2 થી 3 અઠવાડિયા કરો અને આ રીતે મલાઇ સ્ટોર કરો. આ સ્ટોર મલાઇને તમારે ફ્રિજમાં મુકવાની રહેશે. આ ઘીને તમે બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો.
હવે ઘી બનાવવા માટે એક વાસણમાં સ્ટોર કરેલી મલાઇ લો અને એમાં બન્ને હાથ ઠંડા કરીને મલાઇને વલોવો. તમે આમા આઇસક્યૂબ્સ પણ નાખી શકો છો. આ મલાઇને તમે જેટલી ફેંટશો એટલું મસ્ત માખણ નિકળશે. આ માખણને તમે ખાવા માટે પણ ઉપયોગમાં લઇ શકો છો. 10 થી 15 મિનિટ રહીને મલાઇમાંથી માખણ અલગ થઇ જશે. હવે માખણને અલગ પ્લેટમાં લઇ લો.
આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી એક મોટું વાસણ લો અને એને મિડીયમ ગેસ પર ગરમ કરવા માટે મુકો. વાસણ ગરમ થઇ જાય એટલે એમાં માખણ નાખો અને સતત હલાવતા રહો.
આમ, માખણ પીગળી જાય એટલે ગેસ બંધ કરી દો અને 2 મિનિટ માટે હલાવતા રહો. ગરણીની મદદથી ગાળી લો. તો તૈયાર છે શુદ્ધ અને પૌષ્ટિક ઘી. આ ઘીને એર ટાઇટ ડબ્બામાં ભરી લો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર