Home /News /lifestyle /Dark Chocolate Coffee Recipe: 'ડાર્ક ચોકલેટ કોફી' પીવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે, માત્ર 5 મિનિટમાં બનાવો ઘરે

Dark Chocolate Coffee Recipe: 'ડાર્ક ચોકલેટ કોફી' પીવાથી આખા દિવસનો થાક ઉતરી જાય છે, માત્ર 5 મિનિટમાં બનાવો ઘરે

ડાર્ક ચોકલેટ કોફી બનાવવાની રીત

Dark chocolate coffee recipe: કોફી પીવાની બહુ જ મજા આવતી હોય છે. કોફીમાંથી તમે અનેક પ્રકારના બીજા પીણાં બનાવી શકો છો. આજે અમે તમારી માટે લાવ્યા છીએ ડાર્ક ચોકલેટ કોફી બનાવવાની રીત.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાર્ક ચોકલેટ કોફી અનેક લોકોને પસંદ હોય છે. ગરમી હોય કે ઠંડી કોફી પીવાની મજા કંઇક અલગ જ આવે છે. એમાં પણ ખાસ કરીને ઠંડીની સિઝનમાં બહાર ગેલેરીમાં ડાર્ક ચોકલેટ કોફી પીવી કોને ના ગમે...ડાર્ક ચોકલેટ કોફી મોટાભાગનાં લોકો બહાર પીવા માટે જતા હોય છે, પરંતુ તમે સરળતાથી આ રીતે ઘરે બનાવી શકો છો. આ કોફી માત્ર 5 જ મિનિટમાં ઘરે બની જાય છે. જો તમે આ રીતે ડાર્ક ચોકલેટ કોફી ઘરે બનાવો છો તો ટેસ્ટમાં બહાર જેવી જ બને છે અને પીવાની બહુ જ મજા આવે છે. તો જાણો માત્ર 5 મિનિટમાં કેવી રીતે ઘરે બનાવશો ડાર્ક ચોકલેટ કોફી.

    સામગ્રી


    બે કપ દૂધ

    બે ટુકડા ડાર્ક ચોકલેટ

    એક ચમચી કોફી પાવડર

    આ પણ વાંચો: આ રીતે વેલણથી વણીને બાજરીનો રોટલો બનાવો

    અડધી ચમચી ઇલાયચી પાવડર

    ચાર ચમચી ખાંડ

    5 થી 6 આઇસ ક્યૂબ્સ

    બનાવવાની રીત



    • ડાર્ક ચોકલેટ કોફી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં દૂધ લો અને એને ગરમ કરવા માટે મુકો.

    •  આ દૂધ તમારે બહુ ગરમ કરવાનું નથી, સામાન્ય જ ગરમ કરવાનું રહેશે.


    આ પણ વાંચો: સ્પાઇસી 'વેજ મન્ચુરિયન' આ રીતે ઘરે બનાવો



      • દૂધ ગરમ થઇ જાય પછી ગેસ બંઘ કરી દો અને દૂધમાં કોફી પાવડર મિક્સ કરો.

      • હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો.

      • પાંચ મિનિટ સુધી આ મિશ્રણને મિક્સ કરો જેથી કરીને સ્મેલ સારી આવે અને સાથે કોફીના ગઠ્ઠા પડે નહીં.

      • આ દૂધને મિક્સર જારમાં લો અને ડાર્ક ચોકલેટને ક્રશ કરીને આ દૂધમાં નાંખો.

      • પછી આમાં ઇલાયચી પાવડર અને ખાંડ મિક્સ કરી દો.

      • મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લો.

      • ત્યારબાદ ઢાંકણ ખોલીને આઇસ ક્યૂબ્સ નાંખો અને ફરીથી ચન કરી દો.

      •  તો તૈયાર છે ડાર્ક ચોકલેટ કોફી.

      • આ ડાર્ક ચોકલેટ કોફીને કાચના ગ્લાસમાં સર્વ કરો અને ઉપરથી આઇસ ક્યૂબ્સ નાંખો.

      • આ ઠંડી-ઠંડી કોફી પીવાની મજા કંઇક અલગ જ આવે છે.






    • તમે ઇચ્છો છો તો આ કોફી પર ચોકલેટ ક્રશ કરીને ફરીથી નાંખી શકો છો.

    • આ કોફી પીવાથી માઇન્ડ એકદમ રિલેક્સ થઇ જાય છે અને સાથે સ્ટ્રેસ ફ્રી રહો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Coffee, Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन