Home /News /lifestyle / સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે જમાવો દહીં, ડેરી જેવું ઘટ્ટ, મલાઇદાર જામશે
સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે જમાવો દહીં, ડેરી જેવું ઘટ્ટ, મલાઇદાર જામશે
દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે.
How to make curd: દહીં ખાવાની મજા આવતી હોય છે. જો કે અનેક લોકોની ફરિયાદ હોય છે કે દહીં બહાર જેવું પ્રોપર જામતુ નથી. દહીં અનેક તત્વોથી ભરપૂર હોય છે જેના કારણે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. દહીં તમે આ પ્રોપર રીતે જમાવશો તો મસ્ત જામશો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોની ફરિયાદ હોય છે કે દહીં બહાર જેવું મસ્ત જામતુ નથી? દહીં બરાબર ના જામે તો ખાવાની મજા આવતી નથી. આ માટે દહીં ઘરે બરાબર જમાવવું એ ખૂબ જરૂરી છે. દહીં ઘટ્ટ જામે તો ખાવાની મજા આવે છે. ઘણાં લોકો દહીં જમાવે ત્યારે એમાંથી પાણી છૂટતુ હોય છે. આમ તમને જણાવી દઇએ કે દહીંમાં પાણી છૂટે એટલે એનો સ્વાદ પ્રોપર આવતો નથી અને ખાવાની મજા આવતી નથી. ગરમી કરતા ઠંડીમાં દહીં જમાવવું મુશ્કેલ હોય છે. કેટલાક લોકો સામાન્ય રીતે આ ટાઇપની ફરિયાદ કરતા હોય છે. આમ, જો તમે પણ દહીં જમાવો ત્યારે બરાબર જામતુ નથી તો આ ટિપ્સ નોંધી લો તમે પણ..
આપણે અહીંયા લગભગ અનેક ઘરોમાં દહીંનો ઉપયોગ કરતા હોય છે. દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે. આ માટે દહીં દરેક લોકોએ ખાવુ જોઇએ. દહીં ટેસ્ટી હોવાની સાથે-સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો આજે અમે તમને દહીં પારંપરિક રીતે જમાવતા શીખવાડીશું. તો નોંધી લો આ રીત તમે પણ.
દહીંને ઘટ્ટ જમાવવા માટે સૌ પ્રથમ જરૂરિયાત અનુસાર દૂધ લો અને એને ગરમ કરી લો.
જ્યારે દૂધમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો અને દૂધને નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.
દૂધ હુંફાળુ ગરમ થઇ જાય એટલે એમાં દહીંનું મેલવણ નાંખો અને મિક્સ કરી લો.