Home /News /lifestyle /બાળકોનું ફેવરિટ ચોકલેટ ડોનટ્સ બનાવવા નોંધી લો આ રીત, મજ્જા આવશે ખાવાની

બાળકોનું ફેવરિટ ચોકલેટ ડોનટ્સ બનાવવા નોંધી લો આ રીત, મજ્જા આવશે ખાવાની

ચોકલેટ ડોનટ્સ ખાવાની મજા આવે છે.

Chocolate donuts recipe: ચોકલેટ ડોનટ્સ તમે ક્યારે ઘરે બનાવ્યું છે? જો ના તો તમે પણ આ રીતે ઘરે બનાવો. ચોકલેટ ડોનટ્સ ખાસ કરીને બાળકોને બહુ પ્રિય હોય છે. આ ડોનટ્સ ખાવાની મજા આવે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હાલમાં વેલેન્ટાઇન વીક શરૂ છે ત્યાં અનેક લોકો જાતજાતની તૈયારીઓ ઘરમાં કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો બાળકોને ખાસ કરીને ચોકલેટ ડોનટ્સ વધારે ભાવે છે. ચોકલેટ ડોનટ્સ ખાવાની બહુ જ મજા આવે છે. તમે સરળતાથી ઘરે ચોકલેટ ડોનટ્સ બનાવી શકો છો. ચોકલેટ ડોનટ્સ એક એવી રેસિપી છે જે બાળકોથી લઇને એમ મોટા..દરેક લોકોને ભાવતી હોય છે. ઘણાં બાળકો ચોકલેટ ડોનટ્સ ખાવાની જીદ કરતા હોય છે. તો નોંધી લો તમે પણ આ રીતે અને સરળતાથી ઘરે બનાવો.

સામગ્રી


બે કપ મેંદો

એક ચમચી સૂકું ખમીર

અડધી ચમચી ગરમ દૂધ

¼ ચમચી બેકિંગ પાવડર

આ પણ વાંચો:વધેલી પૂરીમાંથી આ રીતે ઘરે બનાવો 'પૂરી પિઝા'

બે ચમચી માખણ

એક ચમચી ખાંડ

તળવા માટે રિફાઇન્ડ ઓઇલ

ચપટી મીઠું

ચોકલેટ ગ્લેઝ બનાવવા માટે


¼ કપ કોકો પાવડર

એક કપ પીસેલી ખાંડ

આ પણ વાંચો:હોમમેડ ચોકલેટ બનાવવા નોંધી લો આ રીત

એક ચમચી વેનીલા એક્સટ્રેક્ટ

3 થી 4 ચમચી દૂધ

બનાવવાની રીત





    • ચોકલેટ ડોનટ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને એમાં અડધો કપ ગરમ દૂધ નાંખો.

    • દૂધમાં એક ચમચી ખાંડ મિક્સ કરો.

    • એક ચમચી સૂકું યીસ્ટ પણ દૂધમાં નાંખીને મિક્સ કરી લો.

    • દૂધને 5 મિનિટ માટે અલગ કરી દો.

    • દૂધમાં યીસ્ટ બરાબર મેશ થઇ જાય ત્યાં સુધી ઉકાળો.

    • દૂધમાં બે કપ મેંદો, બેકિંગ પાવડર, માખણ અને ચપટી મીઠું નાંખીને બધી વસ્તુઓ મિક્સ કરી લો.

    • હવે આ મિશ્રણમાં થોડુ-થોડુ ગરમ પાણી નાંખતા જાવો અને લોટ બાંધી લો.

    • ઓછામાં ઓછા 5 મિનિટ સુધી લોટ ગુંથે રાખો.

    • હવે લોટમાં થોડુ તેલ લગાવી દો.

    • પ્લાસ્ટિક રેપથી બાઉલને ઢાંકી દો અને બે કલાક માટે ગરમ સ્થાન પર મુકી દો.

    • આમ કરવાથી લોટ મસ્ત ફૂલી જશે.

    • જ્યારે લોટ ફૂલીને બે ગણો થઇ જાય ત્યારે ઉપયોગમાં લઇ લો.

    • એક મોટા આકારનો લુવો લો અને એની પર મેંદો છાંટી દો.

    • પછી વણતા જાવો.

    • હવે ડોનટ કટરની મદદથી ગોળ આકારમાં કટ કરી લો અને વચ્ચે ગોળ કાણું પાડી લો.

    • એક ટ્રે લો અને એની ઉપર બેકિંગ પેપર મુકી દો.

    • આમાં તૈયાર કરેલું ડોનટ્સ મુકો અને ઉપરથી તેલ લગાવો જેથી કરીને સુકાઇ જાય નહીં.

    • આ રીતે બધા તૈયાર કરી લો.






  • એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

  • તેલ ગરમ થઇ જાય એટલે નગેટ્સ નાંખો અને ડીપ ફ્રાય કરી લો.

  • તમે ઓવનમાં પણ બેક કરી શકો છો.

  • ફ્રાય થઇ જાય પછી પ્લેટમાં લઇ લો.


હવે ચોકલેટ ગ્લેઝ બનાવો



  • આ માટે એક વાસણમાં કોકો પાવડર, વેનીલા એક્સ્ટ્રેક્ટ, દૂધ અને પીસેલી ખાંડ નાંખીને બધુ મિક્સ કરી લો.

  • બરાબર ફેંટી લો અને મિશ્રણને ચીકણું કરી લો.

  • આ ચોકલેટમાં નગેટ્સ ડુબાડો અને પછી ગ્લેઝ સાઇડની ઉપર મુકી દો.

  • તો સ્વાદથી ભરપૂર ચોકલેટ ડોનટ્સ બનીને તૈયાર છે.

First published:

Tags: Life Style News, Recipes

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો