Home /News /lifestyle /ડાયાબિટીસ છે તો કારેલાના જ્યૂસમાં નાંખો આ 2 વસ્તુઓ અને પછી પીઓ, જાણો કેવી રીતે બનાવશો
ડાયાબિટીસ છે તો કારેલાના જ્યૂસમાં નાંખો આ 2 વસ્તુઓ અને પછી પીઓ, જાણો કેવી રીતે બનાવશો
કારેલાનો જ્યૂસ ફાયદાકારક હોય છે.
Bitter gourd juice: કારેલાનો જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આમ, જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો કારેલાનો જ્યૂસ તમારે પીવો જોઇએ. આ સાથે જ તમે રોજ સવારમાં પણ આ જ્યૂસ પી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્વાદમાં કારેલા કડવા હોય છે. કડવા કારેલા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આમ જો વાત કરવામાં આવે તો આજના આ સમયમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ માટે કારેલાનો જ્યૂસ સૌથી વઘારે ફાયદાકારક છે. તમને જણાવી દઇએ કે કારેલાનો જ્યૂસ તમે રેગ્યુલર પીઓ છો તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને સાથે હેલ્થને પણ અનેક ફાયદાઓ થાય છે. આમ, જો તમે દિવસની શરૂઆત કારેલાના જ્યૂસથી કરો છો તો સૌથી બેસ્ટ છે. આ જ્યૂસ તમને અનેક પ્રકારની બીમારીઓમાંથી બચાવવાનું કામ કરે છે. કારેલા એન્ટી ઓક્સિડન્ટ્સ, વિટામીન અને પોટેશિયમથી ભરપૂર હોય છે. આમ, જો તમે આ પ્રોપર રીતે કારેલાનો જ્યૂસ બનાવો છો તો મસ્ત બને છે. તો નોંધી લો આ રેસિપી તમે પણ..
તમે ઇચ્છો છો તો કારેલાને છોલીને એના ટુકડા પણ કરી શકો છો.
કારેલાના ટુકડા કર્યા પછી મિક્સર જારમાં લઇ લો.
હવે આ મિક્સર જારમાં અડધી ચમચી કાળુ મીઠું અને અડધુ લીંબૂ નિચોવી લો.
પછી જારમાં એક કપ પાણી મિક્સ કરો.
હવે મિક્સરનું ઢાંકણ ઢાંકીને ગ્રાઇન્ડ કરી લો.
આ કારેલાને તમારે બરાબર ગ્રાઇન્ડ કરવાના રહેશે જેથી કરીને કુચા ના રહે.
હવે આ રસને ગળણીથી ગાળી લો.
સર્વિંગ ગ્લાસ લો અને એમાં આ રસ સર્વ કરો.
આ રસમાં ઉપરથી તમે કાળુ મીઠું, લીંબુનો રસ નાંખીને પીઓ છો તો ટેસ્ટી લાગે છે.
કારેલાનો જ્યૂસ નિયમિત રીતે પીવાથી શરીરને અઢળક ફાયદાઓ થાય છે.
આમ, જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો કારેલાનો જ્યૂસ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. કારેલાનો જ્યૂસ તમે રેગ્યુલર પીઓ છો તો શુગર કંટ્રોલમાં રહે છે અને સાથે રિપોર્ટ પણ સારો આવે છે.
આ જ્યૂસ ઠંડીમાં તમને અનેક ફાયદો પહોંચાડે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર