Home /News /lifestyle /નવરાત્રીમાં ફટાફટ ગરબા રમવા જવું છે? તો માત્ર 10 મિનિટમાં ઘરે બનાવી દો 'ભૂંગળા-બટાકા'
નવરાત્રીમાં ફટાફટ ગરબા રમવા જવું છે? તો માત્ર 10 મિનિટમાં ઘરે બનાવી દો 'ભૂંગળા-બટાકા'
આ રીતે ઘરે બનાવો ટેસ્ટી ભૂંગળા બટાકા
bhungala batata recipe: ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપી તમે એક વાર ઘરે આ રીતે બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે અને ટેસ્ટમાં પણ એકદમ ટેસ્ટી બનશે. ભૂંગળા-બટાકા તમે ઝડપથી ઘરે બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રાજકોટ, જામનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે બનાવી શકો છો. ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ભૂંગળા-બટાકા એક એવી રેસિપી છે જે તમે પેટ ભરીને ખાઇ શકો છો અને કોઇ તકલીફ પણ થતી નથી. પરંતુ આ રેસિપી બનાવતી વખતે અનેક લોકોની ફરિયાદ હોય છે કે ભૂંગળા-બટાકા ટેસ્ટમાં ટેસ્ટી બનતા નથી. આમ, જ્યારે તમે બનાવો ત્યારે પણ આવું જ થાય છે તો આ રેસિપી નોંધી લો તમે પણ..
ભૂંગળા-બટાકા બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને ધોઇ લો અને કુકરમાં બાફી લો. કુકરની સીટી તમારે બહુ વગાડવાની નથી. જો તમે વધારે સમય રાખશો તો બટાકા આખા નહીં રહે.
બટાકા બાફતી વખતે ખાસ કરીને મીઠું નાંખો જેથી કરીને બટાકામાં મીઠાશ આવે અને ફિક્કા ના લાગે.
મિક્સર બાઉલમાં આદું, લસણ, સૂકું લાલ મરચું, ધાણાજીરું, ટામેટા, હળદર અને મીઠું મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી લો. આ બધી વસ્તુ મિક્સરમાં ક્રશ કરવાથી કલર અને ટેસ્ટ સારો આવશે.
હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ તમારે બહુ વધારે પ્રમાણમાં લેવાનું નથી.
તેલ થોડુ ગરમ થઇ જાય એટલે એમાં બાફેલા બટાકા એડ કરો અને ધીમા ગેસે સાંતળી લો. આ વખતે બટાકામાં ઝીણાં-ઝીણાં કાણાં પાડી લો જેથી કરીને ફ્રાય સારા થાય. આ તેલમાં થોડી હળદર અને મરચું એડ કરવું જેથી કરીને ટેસ્ટ સારો આવે.
બીજી એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં ડુંગળી સાંતળી લો.
ડુંગળી બ્રાઉન રંગની થઇ જાય એટલે એમાં ટામેટા અને આદુ-લસણની પેસ્ટ એડ કરો.
આ પેસ્ટમાંથી જ્યાં સુધી તેલ છૂટ્ટું ના પડે ત્યાં સુધી પેસ્ટ સાંતળો.
તેલ છૂટ્ટું પડવા લાગે એટલે એમાં ઉપર જણાવ્યા મુજબ બધો મસાલો કરી દો.
ત્યારબાદ એમાં બટાક એડ કરો અને હળવા હાથે મિક્સ કરી લો.
3 થી 4 મિનિટ રહીને ગેસ બંધ કરી દો અને ઉપરથી કોથમીર એડ કરો.
હવે ભૂંગળા તળીને બટાકાની સાથે ખાવાની મજા માણો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર