Home /News /lifestyle /

શું તમને ખબર છે, બહાર પડીકામાં મળતી 'આલુ સેવ' કેવી રીતે બને છે?

શું તમને ખબર છે, બહાર પડીકામાં મળતી 'આલુ સેવ' કેવી રીતે બને છે?

  આ રીતે ઘરે જ બનાવો ચટપટી આલુ સેવ. શું તમને ખબર છે, બહાર પડીકામાં મળતી 'આલુ સેવ' કેવી રીતે બને છે? દરેકને આ આલુ સેવનો સ્વાદ ખૂબ ભાવે છે. કારણ કે તે સ્વાદમાં ખૂબ ચટપટી અને ક્રન્ચી હોય છે. તે ચાલો જાણીએ આ ચટપટી અને ક્રન્ચી આલુ સેવનું રહસ્ય. જાણી આ આલુ સેવને ઘરે બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે અને તેને બનાવવાની રીત.. આલુ સેવ બનાવવા માટે જોઈશે નીચે મુજબની સામગ્રી...

  આલુ સેવ બનાવવા માટેની સામગ્રી:

  500 ગ્રામ બાફેલા બટેટા
  200 ગ્રામ ચણાનો લોટ
  1 ચમચી મરી પાવડર
  સ્વાદાનુસાર મીઠું
  1 ચમચી ફુદીનાનો પાવડર
  ચાટ મસાલો
  તેલ- તળવા માટે

  આલુ સેવ બનાવવાની રીત:

  સૌ પ્રથમ બટેટાને સરખી રીતે ધોઈને બાફી લો. પછી આ બાફેલા બટેટાની પેસ્ટ તૈયાર કરી લો. હવે તેમાં થોડો થોડો ચણાનો લોટ ઉમેરતાં જવું અને હળવા હાથે મસળતાં રહેવું. લોટ અને બટેટાને સારી રીતે મસળો અને તેમાં મીઠું અને મરી પાવડર, ફુદીનાનો પાવડર ઉમેરી ફરીથી લોટને મસળો. તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખો. અને પછી ઝીણી જાળી સાથે સેવના સંચામાં આ લોટ ભરી દો. ત્યારબાદ તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં સેવ પાડવી. મધ્યમ આંચ પર સેવ તળવી. સેવને તેલમાંથી બહાર કાઢો એટલે તેમાં તુરંત થોડો ચાટ મસાલો છાંટી દો. તૈયાર છે બહાર જેવી જ ચટપટી આલુ સેવ.

  આ 2 ચીજ મિક્સ કરી ગૅસના ઉપયોગ વગર જ બનાવો ગણેશજી માટે મોદકનો પ્રસાદ
  Published by:Bansari Shah
  First published:

  Tags: Kitchen, ખોરાક, રેસીપી

  આગામી સમાચાર