Home /News /lifestyle /હાથથી થેપવાની ઝંઝટ વગર મકાઇનો રોટલો એક જ મિનિટમાં ઘરે બનાવો, ફૂલીને દડા જેવો બનશે
હાથથી થેપવાની ઝંઝટ વગર મકાઇનો રોટલો એક જ મિનિટમાં ઘરે બનાવો, ફૂલીને દડા જેવો બનશે
મકાઇનો રોટલો ખાવાની મજા આવે છે.
Makai rotlo recipe: ઠંડીની સિઝનમાં ખાસ કરીને રોટલો ખાવાની મજા આવતી હોય છે. રોટલો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. રોટલો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. ખાસ કરીને મકાઇનો રોટલો અનેક ઘરોમાં ઠંડીમાં ખાવામાં આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીમાં મક્કે દી રોટી એટલે મકાઈનો રોટલો ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. ઠંડીની સિઝનમાં અનેક વાનગીઓ એવી હોય છે જ ખાવાની મજા પડી જાય છે. ખાસ કરીને ઠંડીમાં સરસોં દા સાગની સાથે મકાઇની રોટી ખાવાનો એક ટ્રેન્ડ છે. આ ફૂડની તાસીર ગરમ હોય છે જે ઠંડીમાં તમે ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. પરંતુ અનેક લોકોની ફરિયાદ હોય છે કે મકાઇનો રોટલો ઘરે પ્રોપર રીતે બનતો નથી. આમ જો તમને પણ આવો પ્રોબ્લેમ્સ થાય છે તો મકાઇનો રોટલો આ પ્રોપર રીતે બનાવો અને ખાવાની મજા માણો.
ખાસ ધ્યાન એ રાખો કે લોટમાં પાણી વધારે ના પડે. લોટમાં પાણી વધારે પડે છે તો રોટલો કરતા ફાવશે નહીં.
હવે આ લોટને માત્ર 5 મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.
એક તવી લો અને એને ગરમ કરવા માટે મુકો.
તવી ગરમ થાય ત્યાં સુધીમાં હાથથી રોટલો થાપી લો. તમને હાથથી રોટલો થાપતા આવડતો નથી તો તમે પાટલી ઉપર ગુલ્લુ મુકો અને ઉપર પ્લાસ્ટિકની થેલી મુકીને હળવા હાથે હાથથી અથવા વેલણથી વણી લો.
પછી આ રોટલાને ગરમ તવી પર મુકો અને એક બાજુથી શેકાવા દો. એક બાજુથી રોટલો શેકાઇ જાય પછી બીજી બાજુ ફેરવી લો અને થવા દો.
તો તૈયાર છે મકાઇનો રોટલો.
મકાઇનો રોટલો તમે આ રીતે બનાવશો તો પ્રોપર બનશે અને ખાવાની પણ મજા આવશે.
ખાસ કરીને સરસોં દા સાગ અને મકાઇની રોટી અનેક લોકોને ખાવાની મજા આવતી હોય છે.
અનેક ઘરોમાં ઠંડીમાં મકાઇ, બાજરી તેમજ જુવારનો રોટલો ખાવામાં આવતો હોય છે. આ રોટલો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર