Home /News /lifestyle /મહાશિવરાત્રિનાં દિવસે બનાવો આ 'ઠંડાઇ', જે પીવાથી કંઇક અલગ જ અહેસાસ થશે, નોંધી લો આ રીત

મહાશિવરાત્રિનાં દિવસે બનાવો આ 'ઠંડાઇ', જે પીવાથી કંઇક અલગ જ અહેસાસ થશે, નોંધી લો આ રીત

ઠંડાઇ પીવાની મજા આવે છે.

Thandai recipe: મહાશિવરાત્રિ નજીક છે ત્યારે અનેક લોકો ઠંડાઇ ઘરે બનાવે છે અને સાથે એને પીવાની મજા માણે છે. ઠંડાઇ પીવાની મજા કંઇક અલગ જ આવે છે. આમ, તમે જામફળની ઠંડાઇ આ રીતે બનાવો છો ખાવાની મજા આવે છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહાશિવરાત્રિ આ વર્ષે 18 ફેબ્રુઆરીનાં રોજ મનાવવામાં આવશે. આ દિવસે તમે જામફળની ઠંડાઇ બનાવીને પીઓ છો તો મજ્જા પડી જાય છે. જામફળ અનેક પ્રકારના ગુણોથી ભરપૂર હોય છે. આમ, તમે જામફળની આ ઠંડાઇ પીઓ છો તો પેટની ગરમી બહાર નિકળી જાય છે અને સાથે ઠંડક થાય છે. મહાશિવરાત્રિના દિવસે આ ઠંડાઇનો અનેક રીતે ઉપયોગ થાય છે. શિવ ભક્તોને ઠંડાઇનો પ્રસાદ આપવામાં આવે છે. જામફળની ઠંડાઇ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તો તમે પણ ઘરે બનાવો આ રીતે જામફળની ઠંડાઇ.

સામગ્રી


એક ગ્લાસ દૂધ

અડઘો ગ્લાસ જામફળનો જ્યૂસ

અડધો કપ બદામ

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ફટાફટ સોજીની ખાંડવી

અડધો કપ પિસ્તા

અડધો કપ કાજૂ

બે ચમચી ઇલાયચી પાવડર

એક ચમચી કાળા મરીનો પાવડર

એક ચમચી વરિયાળી

જરૂર મુજબ ફૂડ કલર

5 થી 6 આઇસ ક્યૂબ્સ

બનાવવાની રીત



  • જામફળની ઠંડાઇ બનાવવા માટે સૌ પ્રથમ જામફળનો જ્યૂસ કાઢી લો.

  • પછી એક કડાઇ લો અને ધીમા ગેસે ગરમ કરવા માટે મુકો.


આ પણ વાંચો:આ તડકો કરીને સ્પેશયલ બનાવો ગાજરનું રાયતુ



    • આમાં બદામ નાંખો અને રોસ્ટ કરી લો.

    • બદામ જ્યારે રોસ્ટ થઇ જાય એટલે એક બાઉલમાં કાઢી લો.

    • આ રીતે કાજુ અને પિસ્તાને પણ રોસ્ટ કરી લો.

    • ડ્રાય ફ્રૂટ્સ રોસ્ટ થઇ જાય એટલે કડાઇમાં વરિયાળી નાંખો અને સામાન્ય રીતે રોસ્ટ કરી લો.

    • હવે મિક્સર જારમાં કાજુ, બદામ, પિસ્તા, વરિયાળી અને કાળા મરી નાખીને આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લો.

    • આ મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લો અને ઉપરથી ઇલાયચી પાવડર નાંખીને ચમચી મદદથી મિક્સ કરી લો.

    • તમે ઇચ્છો છો તો ઇલાયચીને બધી સામગ્રીઓ સાથે પીસીને પણ નાંખી શકો છો.

    • ત્યારબાદ એક જગમાં અડધો ગ્લાસ દૂધ લો અને અડધો ગ્લાસ જ્યૂસ મિક્સ કરો.

    • પછી આ દૂધમાં બે ચમચી તૈયાર મિશ્રણ નાંખીને મિક્સ કરી લો.

    • હવે ચમચીની મદદથી સારી રીતે ઘૂંટી લો.






  • ઠંડાઇમાં કલર આપવા માટે ફૂડ કલર મિક્સ કરી લો.

  • હવે ઠંડાઇને સર્વિંગ ગ્લાસમાં નાંખીને ઉપરથી ત્રણથી ચાર આઇસ ક્યૂબ્સ નાંખીને સર્વ કરો.

  • તો તૈયાર છે ઠંડાઇ.

First published:

Tags: Life Style News, Mahashivratri, Recipes