Home /News /lifestyle /How To Make Puri Pizza: વધેલી પૂરીમાંથી ફટાફટ બનાવો 'પૂરી પિઝા', વારંવાર ખાવાની લોકો ડિમાન્ડ કરશે
How To Make Puri Pizza: વધેલી પૂરીમાંથી ફટાફટ બનાવો 'પૂરી પિઝા', વારંવાર ખાવાની લોકો ડિમાન્ડ કરશે
આ પિઝા ખાવાની મજા આવે છે.
Pizz puri recipe: સામાન્ય રીતે આપણે જ્યારે ઘરે પૂરી બનાવીએ ત્યારે એ વધે એટલે એને ફેંકી દેતા હોઇએ છીએ. પરંતુ વધેલી પૂરીમાંથી તમે આ રીતે પૂરી પિઝા બનાવો છો તો ખાવાની મજા આવે છે અને સાથે તમારે પૂરી ફેંકવાનો વારો પણ આવતો નથી. આ પૂરી પિઝા ખાવાની બહુ મજા આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પૂરી એક ભારતીય પારંપરિક પકવાન છે જે અનેક ઘરોમાં તહેવાર દરમિયાન તેમજ કોઇ પણ પ્રસંગોમાં બનાવવામાં આવે છે. પૂરીને શાક સાથે તેમ જ અથાણાં સાથે ખાઓ છો તો પણ મજા આવે છે. આમ, તમે પૂરી અથાણાં અને શાક સાથે તો બહુ ખાધી હશે, પરંતુ આજે અમે તમને વધેલી પૂરીમાંથી એક રેસિપી જણાવીશું..જે છે પૂરી પિઝા. આ એક એવી વાનગી છે જે મોટાથી લઇને નાના..એમ દરેક લોકોને ભાવતી હોય છે. આ રેસિપી તમે ખૂબ જ ઝડપથી ઘરે તૈયાર કરી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પૂરી પિઝા.