Home /News /lifestyle /વધેલી બ્રેડમાંથી ઘરે બનાવો આ મસ્ત વાનગી, ખાવાની બહુ મજા આવશે, નોંધી લો આ રેસિપી

વધેલી બ્રેડમાંથી ઘરે બનાવો આ મસ્ત વાનગી, ખાવાની બહુ મજા આવશે, નોંધી લો આ રેસિપી

આ હલવો ખાવાની મજા આવે છે.

Leftover bread halwa recipe: બ્રેડનો હલવો ખાવાની બહુ મજા આવે છે. બ્રેડનો હલવો તમે એક વાર ખાશો તો વારંવાર ખાવાની ઇચ્છા થશે. આ હલવો તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. તો તમે પણ ઘરે બનાવો અને ખાવાની મજા માણો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં હલવો ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. હવે તો હલવામાં પણ જાતજાતની વેરાયટી જોવા મળે છે. ઠંડીની સિઝનમાં હલવો એટલે કે ગળ્યું ખાવાનું મન વધારે થતુ હોય છે. પરંતુ શું તમે ક્યારે પણ બ્રેડનો હલવો ખાધો છે? બ્રેડનો હલવો ટેસ્ટમાં મસ્ત લાગે છે. આમ, જો વાત કરવામાં આવે તો અનેક વાર જ્યારે પણ આપણે ઘરે સેન્ડવિચ કે કંઇક બનાવીએ તો અનેક વાર બ્રેડ વધતી હોય છે. આ વધેલી બ્રેડમાંથી તમે મસ્ત હલવો બનાવી શકો છો. તો નોંધી લો તમે પણ આ રેસિપી અને ઘરે બનાવો અને વધેલી બ્રેડમાંથી મસ્ત હલવો.

    સામગ્રી


    10 બ્રેડની સ્લાઇસ

    દોઢ કપ દૂધ

    આ પણ વાંચો:કારેલાનાં જ્યૂસમાં નાંખો આ વસ્તુ અને પછી પીવો

    2 ચમચી ડ્રાય ફ્રૂટ્સ

    અડધી ચમચી ઇલાયચી પાવડર

    બે ચમચી ઘી

    એક કપ ખાંડ

    બનાવવાની રીત



    • વધેલી બ્રેડમાંથી હલવો બનાવવા માટે સૌ પ્રથમ બ્રેડ સ્લાઇસ લો અને એને કિનારીઓ પરથી કટ કરી લો.

    • આ કિનારીઓને ચપ્પાને મદદથી સરખી રીતે કટ કરી લો.

    • હવે બ્રેડના સફેદ ભાગને કાપીને ટુકડા કરી લો.


    આ પણ વાંચો:ઠંડીની સિઝનમાં આદુની આ રેસિપી ઘરે બનાવો



      • એક બાઉલમાં અલગ મુકી દો.

      • એક કડાઇ લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે એમાં કટ કરેલા ડ્રાય ફ્રૂટ્સ નાંખો અને શેકી લો.

      • એક મિનિટ સુધી ડ્રાય ફ્રૂટ્સ શેકી લો અને પછી એક વાસણમાં અલગ મુકી દો.

      • ફરી એક કડાઇમાં ઘી ગરમ કરવા માટે મુકો.

      • ઘી ગરમ થઇ જાય એટલે એમાં બ્રેડના ટુકડા નાંખો અને રોસ્ટ કરી લો.

      • જ્યારે રંગ બદલાઇ જાય ત્યારે કડાઇમાં દૂધ નાંખો અને મિક્સ કરી લો.

      • આ મિશ્રણને 2 થી 3 મિનિટ સુધી થવા દો.

      • પછી બ્રેડના હલવામાં સ્વાદાનુંસાર ખાંડ નાંખીને મિક્સ કરી લો.

      • બે મિનિટ સુધી થવા દો.

      • હવે ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટ્સ નાંખીને મિક્સ કરી લો.

      • તો તૈયાર છે સ્વાદથી ભરપૂર બ્રેડનો હલવો.






    • આ હલવો સર્વિંગ બાઉલમાં લો અને પીરસો.

    • આ હલવો તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થઇ જશે. આ હલવો તમે ફટાફટ ઘરે બનાવી શકો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Baking Bread, Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन