Home /News /lifestyle /સડસડાટ વજન ઘટાડવું છે? તો રોજ સાંજે ભૂલ્યા વગર એક બાઉલ ખાઓ આ રાયતુ

સડસડાટ વજન ઘટાડવું છે? તો રોજ સાંજે ભૂલ્યા વગર એક બાઉલ ખાઓ આ રાયતુ

દૂધીનું રાયતુ ઘરે બનાવો

Lauki Raita Recipe: દૂૂધીનું રાયતુ તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. આ દૂધીનું રાયતુ તમે રોજ સાંજે ખાઓ છો તો તમારું વજન સડસડાટ ઉતરવા લાગે છે અને સાથે તમે સ્ટેમિનાથી ભરપૂર રહો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પૌષ્ટિકતાથી ભરપૂર દૂધી વજન ઉતારવા માટે સૌથી બેસ્ટ છે. શું તમે ક્યારે પણ ઘરે દૂધીનું રાયતુ બનાવ્યુ છે? દૂધીનું રાયતુ ખાવાની બહુ જ મજા આવે છે. તમે એક વાર આ રીતે ઘરે દૂધીનું રાયતુ બનાવશો તો ખાવાની બહુ જ મજા આવશે. દૂધીનું રાયતુ તમે રોજ સાંજે ખાઓ છો તો તમારું વજન ઝડપથી ઉતરવા લાગે છે. ઘણાં લોકો વજન ઉતારવા માટે દૂધીનો સુપ પીતા હોય છે. દૂધીનું આ રાયતુ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ રાયતુ તમે ખૂબ જ ઝડપથી ઘરે બનાવી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો દૂધીનું રાયતું.

    સામગ્રી


    250 ગ્રામ દૂઘી

    2 કપ દહીં

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ચાઇનીઝ નુડલ્સ બોલ્સ

    એક લીલું મરચુ

    અડધી ચમચી જીરું

    ચપટી હિંગ

    એક ચમચી દેસી ઘી

    સ્વાદાનુંસાર મીઠું

    ઝીણી સમારેલી કોથમીર

    બનાવવાની રીત



    • દૂધીનું રાયતુ બનાવવા માટે સૌ પ્રથમ દૂધીને છોલીને એને બે વાર ધોઇ લો.

    • ત્યારબાદ દૂધીના નાના-નાના કટકા કરી લો.

    • હવે એક વાસણમાં પાણી મુકો અને એને ગરમ કરી લો.

    • આ ગરમ પાણીમાં હવે દૂધી નાંખો અને બફાવા દો.


    આ પણ વાંચો: 6 મહિના સુધી આદુ-લસણની પેસ્ટ આ રીતે સ્ટોર કરો



      • ત્યારબાદ 8 થી 10 મિનિટ રહીને દૂધીને પાણીમાંથી કાઢી લો અને એક પ્લેટમાં લઇ લો.

      • હવે આ દૂધીને ચમચીની મદદથી મેશ કરી લો.

      • પછી દહીં લો અને એને બરાબર ફેંટી લો.

      • ત્યારબાદ આ દહીંમાં મેશ કરેલી દૂધી નાંખો.

      • આ દહીંમાં હવે લીલું મરચુ, કોથમીર અને સ્વાદાનુંસાર મીઠું નાંખો.

      • આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો.

      • ત્યારબાદ એક પેનમાં એક ચમચી દેસી ઘી મુકો અને ગરમ થવા દો.

      • ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું નાંખો અને તતડાવો.

      • પછી હિંગ નાંખીને આ વઘારને દહીંમાં નાંખો.

      • તો તૈયાર છે સ્વાદિષ્ટ દૂધીનું રાયતુ.






    • આ રાયતુ તમે રોજ સાંજે એક બાઉલ ખાઓ છો તો તમારું વજન ઝડપથી ઉતરવા લાગે છે.

    • આ રાયતુ ખાધા પછી તમારે એક પણ વસ્તુ ખાવાની નથી.

    • આ રાયતુ તમે લંચમાં ખાઓ છો તો પરાઠા કે રોટલી સાથે ખાવાની મજા માણી શકો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन