Home /News /lifestyle /Karwa Chauth 2022 Recipe: સરગીની થાળીમાં મીઠી મઠરી મુકો, આ સરળ રીતથી બનાવો ફટાફટ ઘરે

Karwa Chauth 2022 Recipe: સરગીની થાળીમાં મીઠી મઠરી મુકો, આ સરળ રીતથી બનાવો ફટાફટ ઘરે

ઘરે બનાવો મીઠી મઠરી

Meethi Mathri Recipe: કરવા ચોથના દિવસે તમે પણ સરગીની થાળીમાં મીઠી મઠરી મુકો. મીઠી મઠરીનું અનેરું મહત્વ હોય છે. મીઠી મઠરી તમે ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકો છો. આ રીતે મઠરી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કરવા ચોથનો તહેવાર મીઠી મઠરી સિવાય અધૂરો છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. કરવા ચોથનો દિવસ દરેક સુહાગન મહિલા માટે ખાસ હોય છે. મહિલાઓ અંખડ સૌભાગ્ય માટે આખો નિર્જળા વ્રત રાખે છે. આ સાથે જ કુંવારી છોકરીઓ પણ પોતાને મનગમતો પતિ મળે એ માટે આ વ્રત કરતી હોય છે. કરવા ચોથના દિવસને સરગીનું ખૂબ મહત્વ રહેલું હોય છે. સરગીની થાળીમાં મીઠી મઠરીને શામેલ કરી શકો છો. મીઠી મઠરી તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. આ મીઠી મઠરી બનાવવામાં તમને વધારે સમય લાગતો નથી. તો જાણી લો તમે પણ મીઠી મઠરી બનાવવાની આ સરળ રીત..

સામગ્રી


બે કપ મેંદો

અડધો કપ સોજી

4 ચમચી દેસી ઘી

આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો લસણ

6 ચમચી ખાંડ

4 ચમચી સફેદ તલ

તળવા માટે તેલ

ચપટી મીઠું

બનાવવાની રીત


કરવા ચોથના દિવસે મીઠી મઠરી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટું વાસણ લો અને એમાં મેંદો ચાળી લો. ત્યારબાદ આમાં સોજીને મિક્સ કરી દો. હવે મેંદો અને સોજીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આમાં ખાંડ, દેસી ઘી, ચપટી મીઠું નાંખીને આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લો.

આ પણ વાંચો: ફેમસ 'રાજકોટની ચટણી' ઘરે બનાવો અને મજા માણો

હવે આ મિશ્રણને તલ નાંખો. તલ નાંખ્યા બાદ થોડુ-થોડુ પાણી નાંખતા જાવો અને લોટ બાંધતા જાવો. લોટમાં બહુ પાણી ના પડે અને ઢીલો ના થઇ જાય એનું ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ આ લોટમાંથી મોટા-મોટા લુઆ બનાવી લો. હવે એક લુઆમાંથી મોટી રોટલી વણી લો અને એમાં કાંટાની મદદથી કાણાં પાડી લો, જેથી કરીને ફુલે નહીં.



આ પ્રોસેસ થઇ જાય પછી નાના ગોળ ઢાંકણથી મઠરીનો આકાર આપો. હવે આ રીતે બધી મઠરી તૈયાર કરી લો. પછી એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં મઠરી નાંખો અને ફ્રાય કરો. આછા બ્રાઉન રંગની થાય એટલે એક પ્લેટમાં લઇ લો. તો તૈયાર છે મીઠી મઠરી. આ મઠરીનો તમે સરગીની થાળીમાં ઉપયોગ કરી શકો છો.
First published:

Tags: Karva chauth, Life style, Recipes, કરવા ચોથ

विज्ञापन