Home /News /lifestyle /Breakfast Recipe: ઇન્દોરી પૌઆ સાથે દિવસની શરૂઆત કરો, માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો
Breakfast Recipe: ઇન્દોરી પૌઆ સાથે દિવસની શરૂઆત કરો, માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે બનાવો
ઇન્દોરી પૌઆ ખાવાની મજા આવે છે.
Indori poha recipe: ઇન્દોરી પૌઆ ખાવાની બહુ જ મજા આવે છે. આ પૌઆ બ્રેકફાસ્ટ માટે એક પરફેક્ટ ડિશ છે. આ પૌઆ તમે ખૂબ ઝડપથી ઘરે બનાવી શકો છો. આ પૌઆ તમે એક વાર ખાશો તો ખાતા રહી જશો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બ્રેકફાસ્ટ સામાન્ય રીતે પૌઆને અનેક લોકોને પસંદ કરતા હોય છે. પૌઆ ખાવાની બહુ જ મજા આવે છે. આજે અમે તમને સાદા નહીં પરંતુ ઇન્દોરી પૌઆ બનાવતા શીખવાડીશું. ઇન્દોરી પૌઆ ટેસ્ટમાં મસ્ત લાગે છે. તમે આ રીતે ઘરે ઇન્દોરી પૌઆ બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે. ઇન્દોરી પૌઆમાં સામાન્ય રીતે મીઠાસ ઓછી હોય છે. આ સાથે જ ઇન્દોરી પૌઆમાં ડુંગળી, કોથમીર અને લીંબુનો રસ આવે છે જે સ્વાદમાં વધારો કરે છે. ઇન્દોરી પૌઆની ખાસિયત બાળકો અને મોટા લોકોને પણ ભાવે છે. આ દરેક લોકો પૂરી ઇચ્છાથી ખાતા હોય છે. આ રેસિપીની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ઝડપથી ઘરે બની જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ઇન્દોરી પૌઆ.