ટેસ્ટી સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ રસમ બનાવવાની રીત #Recipe

News18 Gujarati
Updated: July 22, 2019, 3:15 PM IST
ટેસ્ટી સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ રસમ બનાવવાની રીત #Recipe
News18 Gujarati
Updated: July 22, 2019, 3:15 PM IST
સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ટેસ્ટી રસમ બનાવવાની રીત -

રસમ બનાવવાની સામગ્રી :-

પાણી - 3 કપ

સમારેલા ટામેટા - 1/2 કપ
બાફેલી દાળનું પાણી - 1/2 કપ
લીલા મરચા - 5 નંગ
સમારેલ ડુંગળી - 1/4 કપ
લીમડાના પાન - 10 પાન
કોથમીર - 1 કપ
આમલીનું પાણી - 1/4 કપ
મીઠું - સ્વાદાનુસાર
ધાણા પાઉડર - 2 ચમચી
જીરા પાઉડર - 1ચમચી
મરી - 1/2 ચમચી
જીરું - 1 ચમચી
લસણ - 6 થી 7 કળી
રાઈ - 1/2 ચમચી
હળદર - 1/4 ચમચી
હિંગ - 1 ચપટી
ખાંડ - 2 ચમચી
સુકા લાલ મરચા - 2 થી 3 નંગ
તેલ - 2 ચમચા

રસમ બનાવવાની રીત :-
સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઈ તેમાં સમારેલા ટામેટા,સમારેલ લીલાં મરચા, સમારેલ ડુંગળી, 1/2 કપ કોથમીર, આમલીનું પાણી, મીઠું, મીઠા લીમડાના પાન, ધાણા પાઉડર અને જીરા પાઉડર લઇ તેને ઢાંકણું ઢાંકી ગરમ કરો. પાણી ઉકળવા લાગે અને બફાવાની સુગંધ આવે ત્યારબાદ તેમાં દાળનું પાણી, મરી, જીરું અને લસણની કળીને એક ખાંડળીમાં ખાંડી મસાલો તૈયાર કરી લો. ત્યારબાદ એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી તતડે એટલે લાલ મરચાના બે ભાગ કરી ઉમેરવા, હળદર, મીઠા લીમડાના બાકીના પાન અને હીંગ નાખી હલાવી આ વઘારને રસમમાં ઉમેરો. પછી તેમાં ખાંડ અને મરીનો મસાલો ઉમેરો. પછી તેમાં સમારેલી કોથમીર નાખી, ઢાંકીને 2 મિનિટ બાદ ગેસ બંધ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ચટાકેદાર અને ટેસ્ટી રસમ.

આવો જાણીએ દેશી ઘીના સેવનથી થતાં 7 ફાયદા
First published: July 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...