આ રીતે મેથીપાક બનાવવાથી નહીં લાગે સહેજ પણ કડવાશ

 • Share this:
  આ રીતે મેથીપાક બનાવવાથી નહીં લાગે સહેજ પણ કડવાશ

  મેથીપાક બનાવવા માટેની સામગ્રીઃ

  મેથીનો લોટ - 200 ગ્રામ
  ઘઉંનો જાડો લોટ - 150 ગ્રામ
  છીણેલો દેશી ગોળ - 500 ગ્રામ
  ગુંદર - 250 ગ્રામ
  દેશી ઘી - 400 ગ્રામ
  ખડી સાકર પાવડર 400 ગ્રામ
  અધકચરી વાટેલી બદામ - 200 ગ્રામ
  સૂંઠ પાઉડર - 50 ગ્રામ
  બત્રીસું - 2 ચમચી
  બદામની કતરણ

  મેથીપાક બનાવવા માટેની રીતઃ સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઘી મૂકીને તેમાં ઘઉંનો લોટ ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો. આ લોટને ધીમા તાપે અને હલાવતા હલાવતા જ શેકવો. લોટ શેકાઈ જાય પછી તેમાં છીણેલો ગોળ ઉમેરો. ગોળ ઓગળીને તેનો પાયો બની જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવો અને સતત હલાવતા રહેવું. ગુંદરને અલગથી ઘીમાં તળી ફુલાવી આ તળેલા ગુંદરને વાટી લેવો. ગોળવાળું મિશ્રણ ઠંડું પડે એટલે તેમાં સાકર અને બાકીના મસાલા, ગુંદર અને મેથીનો લોટ ઉમેરી આ મિશ્રણને બરાબર હલાવી મિક્સ કરી લો. (એ વાતનું ખાસ ધ્યાન રાખો કે મેથીનો લોટ મિશ્રણ ખૂબ ગરમ હોય ત્યારે ન ઉમેરવો નહીં તો મેથીપાક ખૂબ કડવો થઈ જશે.) ત્યારબાદ આ મિશ્રણને ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી તેને ઠંડુ કરવા મૂકો. તેમાં ઉપરથી બદામની કતરણ ભભરાવી થોડું દબાવી તેના કાપા પાડીને ચોરસ ટુકડા કરી લો. તો તૈયાર છે સરસ મજાનો ટેસ્ટી, ગુણકારી અને સ્વાસ્થ્ય વર્ધક મેથીપાક. આ મેથીપાકને  શિયાળામાં દરરોજ સવારે એક પીસ ખાવો એ ખૂબ ગુણકારી છે.

  વાછૂટના કારણે આવતી ગંધથી છૂટકારો જોઈએ છે? તો આ રીતે કરો દિવેલનો ઉપયોગ

  17 દિવસ ચાલે છે Xiaomiના આ સસ્તા ફોનની બેટરી, 8 જાન્યુઆરી સુધી મળશે મોટી છૂટ

  Jioના 98થી લઈને 2020 રૂપિયા સુધીના પાંચ પ્લાન, જાણો કયો પ્લાન સારો અને સસ્તો?

  લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

  હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
  Published by:Bansari Shah
  First published: