પેટની સમસ્યા દૂર કરશે આ ગાર્લિક અને પાલકનો ટેસ્ટી સૂપ #Recipe

પેટની સમસ્યા દૂર કરશે આ ગાર્લિક અને પાલકનો ટેસ્ટી સૂપ #Recipe
ગાર્લિક અને પાલકનો સૂપ બનાવવા માટેની રીત:

એક પેનમાં થોડું ઘી મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. પછી તેમાં મેંદો ઉમેરી સહેજ શેકી લો.

 • Share this:
  ગાર્લિક અને પાલકનો સૂપ બનાવવા માટેની સામગ્રી:

  પાલક - 1 જુડી


  મેંદો - 2 ચમચી
  લસણની પેસ્ટ - 4 ચમચી
  મીઠું
  મરી પાવડર - 1/2 ચમચી
  કોર્નફ્લોર - 1 ચમચી

  ગાર્લિક અને પાલકનો સૂપ બનાવવા માટેની રીત: પાલકને સરખી રીતે સાફ કરી તેને સરખી રીતે ધોઈ લો. ત્યારબાદ એક વાસણમાં પાણી ઉકાળવા મૂકો. પાણીમાં ઉભરો આવે ગેસ બંધ કરી તેમાં આ પાલકના પાન ઉમેરીને ફક્ત 2 મિનિટ માટે આ ગરમ પાણીમાં નાખી રાખો. પછી તરત જ તેમાંથી કાઢી તેની પેસ્ટ બનાવી લો.
  - ત્યારબાદ એક પેનમાં થોડું ઘી મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. પછી તેમાં મેંદો ઉમેરી સહેજ શેકી લો. મેંદો ગુલાબી રંગનો થાય એટલે તેમાં પાલક પેસ્ટ ઉમેરો. પછી તેમાં જરૂર મુજબ મીઠું અને મરી પાવડર ઉમેરી થોડું ઉકાળો. જો સૂપ પાતળો લાગે અને થોડો ઘટ્ટ કરવો હોય તો કોર્નફ્લોરને સહેજ પાણીમાં ઓગાળી સૂપમાં ઉમેરી હલાવી લઈ 5 મિનિટ ઉકળવા દો. થઈ જાય એટલે ઉપર ક્રીમ, છીણેલું પનીર કે ચીઝ ખમણીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ પાલકનો સૂપ.
  First published:January 06, 2020, 17:28 pm