Home /News /lifestyle /આ રીતે ઘરે બનાવો 'પનીર બટર મસાલા', આ ખાસ રીતે તૈયાર કરો ગ્રેવી અને ખાવાની મજા માણો

આ રીતે ઘરે બનાવો 'પનીર બટર મસાલા', આ ખાસ રીતે તૈયાર કરો ગ્રેવી અને ખાવાની મજા માણો

paneer butter masala recipe: પનીર પ્રોટીનથી ભરપૂર હોય છે. પનીર ખાવાની બહુ જ મજા આવે છે. અનેક બીમારીઓમાં પણ ડોક્ટર પનીર ખાવાની સલાહ આપતા હોય છે. પનીરમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો.

paneer butter masala recipe: પનીર પ્રોટીનથી ભરપૂર હોય છે. પનીર ખાવાની બહુ જ મજા આવે છે. અનેક બીમારીઓમાં પણ ડોક્ટર પનીર ખાવાની સલાહ આપતા હોય છે. પનીરમાંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લંચ હોય કે ડિનર, પનીર બટર મસાલા તમે ક્યારે પણ ઘરે બનાવી શકો છો. પનીરમાંથી તમે એક પ્રકારની વાનગીઓ ઘરે બનાવી શકો છો. પનીરનું શાક ખાવાની બહુ જ મજા આવે છે. કોઇ પણ પાર્ટી કે ફંક્શનમાં પનીરની સબ્જી હોય જ છે. પનીરની સબ્જીની ડિમાન્ડ અનેક લોકોને હોય છે. પનીરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. આવી જ એક મસ્ત વાનગી અમે તમારી માટે લઇને આવ્યા છીએ જે છે પનીર બટર મસાલા. પનીર બટર મસાલા ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો પનીર બટર મસાલા.

    સામગ્રી


    2 કપ પનીરના ટુકડા

    બે ડુંગળી

    3 થી 4 ટામેટા

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો 'ભરેલા શિમલા મરચા'

    3 થી 4 કળી લસણની

    કાજુ

    અડધો કપ દૂધ

    બે તજના ટુકડા

    બે લીલા મરચા

    એક નાનો ટુકડો આદુ

    બે ચમચી ક્રીમ

    બે ચમચી કસૂરી મેથી

    અડધી ચમચી ગરમ મસાલો

    બે ચમચી માખણ

    લાલ મરચું

    બે ચમચી તેલ

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત



    • પનીર બટર મસાલ બનાવવા માટે સૌ પ્રથમ પનીર લઇને નાના-નાના ટુકડા કરી લો.


    આ પણ વાંચો: VIDEO જોઇને ઘરે બનાવો 'રોટી પિઝા પોકેટ'



      • પછી ડુંગળી, આદુ અને લસણની પેસ્ટ બનાવી લો.

      • કાજુને પાણીમાં પલાળો અને મિક્સરમાં પીસી લો.

      • ટામેટાની પ્યુરી બનાવી લો.

      • હવે એક કડાઇમાં તેલ અને માખણ ગરમ કરવા માટે મુકો.

      • તેલ અને માખણ ગરમ થઇ જાય એટલે એમાં તજ અને ડુંગળીની પેસ્ટ એડ કરો.

      • આ પેસ્ટને સાંતળો.

      • ત્યારબાદ આમાં લીલા મરચા નાંખો અને થોડી વાર માટે થવા દો.

      • હવે કાજુની પેસ્ટ નાંખો અને થોડીવાર માટે થવા દો.

      • આ બધી જ વસ્તુને મિક્સ કરી દો.

      • બે મિનિટ રહીને ટામેટાની પેસ્ટ નાંખો અને તેલ છુટે ત્યાં સુધી થવા દો.

      • હવે અડધો કપ દૂધ અને અડધો કપ પાણી મિક્સ કરો.

      • આ વસ્તુને બરાબર મિક્સ કરી લો.

      • પછી કસૂરી મેથી નાંખો અને એક મિનિટ માટે થવા દો.






    • હવે પનીર નાંખો અને 5 મિનિટ માટે થવા દો.

    • છેલ્લે તાજી ક્રીમ નાંખો અને ગેસ બંધ કરી દો.

    • તો તૈયાર છે પનીર બટર મસાલા.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन