સ્લીમ અને ટ્રીમ ફીગર માટે શ્રેષ્ઠ નાસ્તો- મગની દાળના ઢોકળાં #Recipe

મગની દાળના ઢોકળાં બનાવવા માટેની રીત-

ફરસાણમાં ખમણ, ઢોકળાં તો આપણા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. તો ચાલો આજે શીખી લો ટેસ્ટી અને હેલ્ધી મગની દાળના ઢોકળાં બનાવતા.

 • Share this:
  ફરસાણમાં ખમણ, ઢોકળાં તો આપણા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. તો ચાલો આજે શીખી લો ટેસ્ટી અને હેલ્ધી મગની દાળના ઢોકળાં બનાવતા.

  મગની દાળના ઢોકળાં બનાવવા માટેની સામગ્રી:

  1 કપ - મગની ફોતરાવાળી દાળ
  આદુંની પેસ્ટ - 1 ચમચી
  લસણની પેસ્ટ - 2 ચમચી
  1 ચપટી - હળદર
  1 ચમચી - લાલ મરચું
  ચપટી - હીંગ
  1 ચમચી - મીઠું

  વધાર માટેની સામગ્રી: 
  1 ચમચી - રાઈ
  1 વાટકી - કોથમીર
  1 બાફેલું બટાકા
  1 ચમચી - લાલ મરચું
  ચપટી - મીઠું
  તેલ - વઘાર માટે

  મગની દાળના ઢોકળાં બનાવવા માટેની રીત-

  સૌ પ્રથમ મગની દાળને સરખી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને 1-2 કલાક પલાળી આ મગની દાળને કકરી વાટી લો. પછી તેમાં આદું, લસણ, હળદર, લાલ મરચું, હીંગ અને મીઠું ઉમેરી 2-3 મિનિટ સારે રીતે ફેંટી લો. પછી એક પ્રેશર કૂકરમાં પાણી લઈ તેને મધ્યમ તાપ પર ગરમ કરવા માટે મૂકો. હવે એક થાળી લઈ તેમાં તેલ લગાવીને આ ખીરું પાથરી થાળીને કૂકરની અંદર મૂકી 15 મિનિટ સ્ટીમ કરી લો. થઈ જાય એટલે ઢાંકણું ખોલી છરીની મદદથી તેમાં ચોસલા પાડી લો. તૈયાર છે મગની દાળના ઢોકળાં

  ઢોકળા વઘારવા માટે- હવે વધાર માટે એક પેનમાં તેલ લઈ મધ્યમ તાપ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરી તતડે એટલે બટેટા ઉમેરી સાંતળી લો. બટાટા સોનેરી થાય એટલે તેમાં મીઠું, લાલ મરચું અને કોથમીર મિક્સ કરી 1 મિનિટ સાંતળી લો. પછી તેમાં ઢોકળાં ઉમેરી બે-ત્રણ મિનિટ સાંતળી લો. તો તૈયાર છે ફ્રાઈડ મગદાળના ઢોકળાં. આ ઢોકળાને ગરમા ગરમ જ લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી મગની દાળના ઢોકળાં.
  Published by:Bansari Shah
  First published: