Home /News /lifestyle /

મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ મિસળ પાવ બનાવવા ઉમેરો આ સ્પેશિયલ મસાલો

મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ મિસળ પાવ બનાવવા ઉમેરો આ સ્પેશિયલ મસાલો

    દરેકના ઘરે કોઈ પણ વાનગી બનાવવાની જુદી જુદી રીતો હોય છે. એવી જ રીતે આ મિસળ પાવ બનાવવાની પણ ઘણી જુદી જુદી રીત છે. મિસળ પાવ એ મહારાષ્ટ્રની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. તો ચાલો જાણીએ સ્વાદિષ્ટ મિસળ પાવ કેવી રીતે બનાવી શકાય...

    મિસળ પાવ બનાવવા માટેની સામગ્રી :

    કઠોળ ને બાફવા માટે ની સામગ્રી
    1 કપ ફણગાવેલા મગ
    2 કપ પાણી
    મીઠું સ્વાદ મુજબ
    1/4 હળદર

    મિસળ મસાલા માટે :
    1 ચમચી તેલ
    1 ડુંગળી
    3 લસણ ની કળી
    1 ઇંચ આદુ
    3  ચમચી ટોપરું
    પાણી જરૂર મુજબ

    મિસળ માટે :
    5 મોટી ચમચી તેલ
    1/2 ચમચી જીરા
    મીઠો લીંમડો
    1/4 ડુંગળી ઝીણી સમારેલી
    2 ચમચી લાલ મરચું પાવડર
    1 ચમચી ધાણા પાવડર
    1/4 ચમચી ગરમ મસાલા
    1 ટામેટું ઝીણું સમારેલું
    3 કપ પાણી
    મીઠું સ્વાદ મુજબ

    સર્વિંગ માટે :
    6 પાવ

    મિસળ પાવ બનાવવાની રીત :

    સૌ પ્રથમ કૂકરમાં ફણગાવેલા મગ લઈ તેમાં પાણી ,મીઠું અને હળદર નાખી 1 સીટી વગાડી લો.



    મિસળ માટે મસાલો બનાવવાની રીત :
    ત્યારબાદ એક કડાઇ માં તેલ લઈ ગરમ થાય તેમાં ડુંગળી, લસણ અને આદુ લઈને સાંતળી લો. પછી તેમાં ટોપરું નાખી બરાબર મિક્સ શેકી ઠંડુ કરી લો. ઠંડુ થાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ કરી લો.

    મિસળ બનાવવાની રીત :
    સૌ પ્રથમ એક કડાઇમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં જીરું અને લીમડાના પાન નાખો. પછી તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. પછી તેમાં બધા સૂકાં મસાલા અને તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો,
    અને હવે તેમાં ટામેટું નાખી સોતે કરો, સોતે થઇ જાય પછી તેમાં તૈયાર કરી લો,તેમાં મસાલા પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.
    પછી તેમાં બાફેલા મગ ઉમેરી મિક્સ કરી ને 10 મિનિટ ધીમા તાપે કૂક કરી લો. તો તૈયાર છે મિસળ પાવ. તેને કોથમીરથી ગાર્નિશ કરી પાવ સાથે સર્વ કરો.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, ખોરાક, રેસીપી

    આગામી સમાચાર