મેથી પાપડનું શાક બનાવતી વખતે આ રીતે દૂર કરશો મેથીની કડવાશ #Recipe

News18 Gujarati
Updated: September 16, 2019, 12:40 PM IST
મેથી પાપડનું શાક બનાવતી વખતે આ રીતે દૂર કરશો મેથીની કડવાશ #Recipe
મેથીને આ રીતે બાફવાથી તેની કડવાશ પણ નીકળી જશે અને આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

મેથીને આ રીતે બાફવાથી તેની કડવાશ પણ નીકળી જશે અને આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

  • Share this:
મેથી પાપડનું શાક એક ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે, જે જૈન લોકો પણ ખાઈ શકે છે. ચાલો જાણીએ આ મેથી પાપડનું શાક બનાવતી વખતે આ રીતે દૂર કરશો મેથીની કડવાશ.. જાણી લો મેથી પાપડનું શાક બનાવવાની રીત..

મેથી પાપડનું શાક બનાવવા માટેની સામગ્રી:

1 નાની વાટકી સૂકી મેથી

2 નંગ મોટા મગના પાપડ
1 નંગ લાલ સૂકું મરચું
2 ચમચી મરચું પાવડર1/4 ચમચી હળદર
1/2 ચમચી ધાણાજીરું
1/2 ચમચી ગરમ મસાલો
1 ચમચી લીંબુનો રસ
2 ચમચા તેલ
ચપટી હિંગ
મીઠું જરૂર મુજબ
1 ગ્લાસ પાણી
કોથમીર (સમારેલી)

મેથી પાપડનું શાક બનાવવાની રીત:
સૌ પ્રથમ મેથી લઈ તેને ધોઈને 8 કલાક પલાળી લો. પછી મેથીમાં મીઠું નાખી બાફી લો. કારણ કે મેથીને આ રીતે બાફવાથી તેની કડવાશ પણ નીકળી જશે અને આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ત્યારબાદ એક પેનમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં હીંગ, આખું લાલ મરચું અને મેથીના દાણા મિક્સ કરો. પછી તેમાં બધા જ સૂકા મસાલા ઉમેરી હલાવી એક ગ્લાસ પાણી ઉમેરી ઉકાળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં પાપડના ટૂકડા ઉમેરી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. થઈ જાય એટલે કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ મેથી પાપડનું શાક

જમવામાં ખૂબ જ ભાવશે લસણિયા ગુવાર બટેટાનું શાક અને પાલક જુવારનો રોટલો #Recipe

પિતૃપક્ષનું શ્રાદ્ધ આ એક મીઠાઈ વગર અધૂરું જ ગણાશે

પ્રેગ્નેન્ટ મહિલાઓના સૂવાની પોઝિશનની બાળક પર અસર નથી પડતી- રિસર્ચ
First published: September 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading