કૂકરમાં આટલી સીટી વગાડી બનાવો પરફેક્ટ કાગળ જેવી ખાંડવી

કૂકર ખૂલે એટલે ધીમા ગેસ પર મૂકી એક જ દિશામાં ગોળ-ગોળ હલાવો. મિશ્રણ ઘટ્ટ બનતું જશે.

કૂકર ખૂલે એટલે ધીમા ગેસ પર મૂકી એક જ દિશામાં ગોળ-ગોળ હલાવો. મિશ્રણ ઘટ્ટ બનતું જશે.

 • Share this:
  ઘરે બનાવો સ્વાદિષ્ટ 'ખાંડવી'

  સામગ્રી
  -એક વાટકી ચણાનો લોટ
  - અઢી વાટકી છાશ
  - ચપટી હળદર
  - એક ટીસ્પૂન લાલ મરચું
  - મીઠું સ્વાદાનુસાર
  - ત્રણ ટીસ્પૂન તેલ
  - એક ટીસ્પૂન રાઈ
  - એક ટીસ્પૂન તલ
  - કોપરાનું છીણ
  -કોથમીર

  રીત
  -સૌ પ્રથમ એક મોટા વાટકામાં ચણાનો લોટ, છાશ, હળદર અને મીઠું મિક્સ કરી કૂકરમાં ઢાંકીને મૂકી 3 સીટી વગાડી લો. કૂકર ખૂલે એટલે ધીમા ગેસ પર મૂકી એક જ દિશામાં ગોળ-ગોળ હલાવો. મિશ્રણ ઘટ્ટ બનતું જશે.
  - મિશ્રણમાં ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખો.
  -વાટકામાં મિશ્રણ ચોટે નહિ અને છુટું પડે તો સમજો કે ત્યાર થઇ ગયું છે.
  -રસોડાના પ્લેટફોર્મ પર મિશ્રણ ફેલાવો.
  -આ ફેલાવવા વાટકીના પાછલા ભાગના ઉપયોગ કરો.
  -ધ્યાન રાખવાનું કે ઠંડુ પડે તે પહેલાં તેને ફટાફટ પાથરો.
  -હવે તેને બે મિનટ માટે ઠંડુ થવા દો . પછી તેમાં કાપા પાડી તેના રોલ વાળી લો.
  -હવે એક ડીશમાં બધા રોલ મૂકીને તેમાં કાપા પાડો.
  -તેનાં પર લાલ મરચું ભભરાવો.
  -નાના વાઘરીયામાં તેલ લઇ તેમાં રાઈ અને તલનો વઘાર કરો.
  -આ વઘારને ખાંડવી પર ચમચીથી રેડી દો
  -ઉપર કોથમીરથી શણગારો.
  -પછી તેને સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published: