Home /News /lifestyle /'કીટો ઉપમા' ખાવાથી વજન ઘટે છે સડસડાટ, આ રીતે ઘરે બનાવો

'કીટો ઉપમા' ખાવાથી વજન ઘટે છે સડસડાટ, આ રીતે ઘરે બનાવો

કીટો ઉપમા ખાઓ અને વજન ઘટાડો

Keto Upma Recipe: કીટો ઉપમા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. કીટો ઉપમા તમે રેગ્યુલર ખાઓ છો તો તમારું વજન પણ ઉતરે છે. આ ઉપમા સ્વાદમાં બહુ જ મસ્ત લાગે છે. તમે એક વાર આ ઉપમા ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો ફિટનેસ ફ્રિક હોય છે. જો કે આજના આ સમયમાં મોટાભાગના લોકો ફિટનેસને બહુ જ મહત્વ આપતા હોય છે. આ દરેક લોકો માટે એક જરૂરી બાબત છે. આજની આ ફાસ્ટ લાઇફમાં ફિટનેસ પ્રત્યે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો તમે આ બધી નાની-નાની વાતો પર ધ્યાન આપતા નથી તો અનેક બીમારીઓ તમારા શરીરમાં એન્ટ્રી કરી જાય છે. આ માટે જરૂરી છે કે તમારો ખોરાક હેલ્ધી હોય. આમ, આજે અમે તમારી આ વાતને ધ્યાનમાં લઇને એક ઉપમાની રેસિપી લઇને આવ્યા છીએ. આ ઉપમા કંઇક અલગ છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો કીટો ઉપમા. આ ઉપમા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આ ઉપમા..

    સામગ્રી


    એક બ્રોકલી

    બે ઝીણાં સમારેલા લીલા મરચા

    આ પણ વાંચો: માં અંબાને બીજા નોરતે ધરાવો સુખડીનો પ્રસાદ

    અડધી ચમચી ઝીણું સમારેલું આદું

    એક ચમચી ઓલિવ ઓઇલ

    3 થી 4 લીમડાના પાન

    અડધી ચમચી રાઇ

    લાલ મરચું

    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો લાપસી

    મીઠું

    ચાટ મસાલો

    બનાવવાની રીત


    કીટો ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ બ્રોકલીને ધોઇ લો અને મિક્સરમાં પીસી લો. આની પેસ્ટ બનાવવાની નથી. હવે આમાં ડુંગળી, રેડ અને યલો શિમલા મરચા, ગાજર અને વટાણા પણ તમે નાખી શકો છો. હવે એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. હવે આ તેલમાં મીઠા લીમડાના પાન અને રાઇ નાંખો. ત્યારબાદ આમાં ઝીણાં સમારેલા લીલા મરચાં અને આદુનો કટકો નાંખો. આમાં તમે ડુંગળી પણ નાંખી શકો છો. હવે આમાં પીસેલી બ્રોકલી એડ કરો અને ધીમા ગેસ પર થવા દો. આ બધુ મિક્સ કરી લો અને પછી લાલ મરચું, ચાટ મસાલો અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો.



    આ બધી પ્રોસેસ થઇ જાય પછી કોથમીર એડ કરો. હવે આ ઉપમાને ગરમા ગરમ સર્વ કરો. તમે ઇચ્છો તો આમાં શેકેલી સોજી પણ નાંખી શકો છો. આ ઉપમા સાથે તમે મિક્સ વેજ રાયતુ ખાઓ છો તો બહુ મસ્ત લાગે છે. આ સરળતાથી તમે ઘરે બનાવી શકો છો. તમે હેલ્થ ફિટનેસ છો તો તમારે આ ઉપમા તો ખાવી જ જોઇએ.
    Published by:Niyati Modi
    First published:

    Tags: લાઇફ સ્ટાઇલ

    विज्ञापन
    विज्ञापन