Home /News /lifestyle /ડિનર માટે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કાજુનું શાક', પરાઠાં સાથે ખાવાની મજા આવશે

ડિનર માટે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કાજુનું શાક', પરાઠાં સાથે ખાવાની મજા આવશે

કાજુનું શાક બનાવવાની રીત

કાજુ શાકની રેસિપી: કાજુનું શાક અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. તમે આ રીતે ઘરે કાજુનું શાક બનાવો છો તો ટેસ્ટમાં બહુ મસ્ત બને છે અને ખાવાની પણ મજા આવે છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો કાજુનું શાક અને માણો મજા.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોને સાંજે રસોઇ બનાવવામાં મોટી સમસ્યા થતી હોય છે. શું બનાવવું અને શું ના બનાવવું એ મોટો પ્રશ્ન થતો હોય છે. એમાં પણ જો ઘરમાં કોઇ મહેમાન આવવાનું હોય તો રસોઇને લઇને સૌથી મોટી સમસ્યા થતી હોય છે. મહેમાનો માટે શું બનાવીશું તો સારું લાગશે એવું આપણે હંમેશા વિચારતા હોઇએ છીએ. આમ, જો વાત કરીએ તો ડ્રાય ફ્રૂટ્સનું સેવન આપણે અનેક રીતે કરી શકીએ છીએ. કેટલાંક લોકો મીઠાઇ, ખીર, હલવામાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરતા હોય છે. એવામાં આજે અમે તમને કાજુની એક મસ્ત રેસિપી બતાવીશું. તો જાણો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો કાજુનું શાક.

    સામગ્રી


    100 ગ્રામ કાજુ

    આ પણ વાંચો: અસ્થમાના દર્દીઓ આ 3 વસ્તુઓ દૂધમાં મિક્સ કરીને પીવો

    એક ઝીણી સમારેલી ડુંગળી

    બે ટામેટા

    એક ચમચી જીરું

    તેલ

    એક નાનો ટુકડો તજ

    એક ચમચી આદુ-લસણની પેસ્ટ

    એક ચમચી ધાણાજીરું

    એક ચમચી લાલ મરચું પાવડર

    સ્વાદાનુંસાર મીઠું

    આ પણ વાંચો: આ ઘરેલું ઉપાયોથી ગરદનની કાળાશ કરી દો દૂર

    એક ચમચી હળદર

    એક ચમચી ગરમ મસાલો

    એક ચમચી કસૂરી મેથી

    કોથમીર

    અડધો કપ ફ્રેશ ક્રીમ

    બનાવવાની રીત


    કાજુનું શાક બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે કાજુ નાંખીને ફ્રાય કરી લો. કાજુ બ્રાઉન રંગના થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે આ કાજુને એક પ્લેટમાં લઇ લો. આમાં હિંગ, જીરું, લવિંગ અને તજ નાંખીને ફ્રાય કરી લો.

    ત્યારબાદ આમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો અને આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી થવા દો. હવે આમાં આદુ-લસણની પેસ્ટ નાંખો. જો તમે લસણ ડુંગળી ખાતા નથી તો આ વસ્તુને અવોઇડ કરી શકો છો. લસણ-ડુંગળી નાંખ્યા પછી ટામેટા એડ કરો અને 5 મિનિટ માટે થવા દો.

    આ બધી જ પ્રોસેસ થઇ જાય પછી આમાં મીઠું નાંખો. હવે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણને બરાબર હલાવી લો. આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યારબાદ આને મિક્સર જારમાં નાંખો અને પીસી લો. હવે આમાં થોડુ પાણી મિક્સ કરી લો. 6-7 કાજુ પણ આની સાથે પીસી લેવા.

    હવે ધીમા ગેસે એક પેન ગરમ કરવા માટે મુકો. આ પેનમાં તેલ નાંખો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં હળદર, લાલ મરચું અને ધાણાજીરું એડ કરો. મસાલો બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે આમાં બધા મસાલા કરી દો અને છેલ્લે કાજુ મિક્સ કરો. તો તૈયાર છે કાજુનું શાક.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Recipes

    विज्ञापन
    विज्ञापन