દરેકની દાળ ઢોકળી બનાવવાની રીત અલગ હોય છે, શીખી લો આ રીત

દરેકની દાળ ઢોકળી બનાવવાની રીત અલગ હોય છે, શીખી લો આ રીત

દરેકની દાળ ઢોકળી બનાવવાની રીત અલગ હોય છે, શીખી લો આ રીત

 • Share this:
  દરેક ગુજરાતીઓના ઘરે લગભગ અછવાડિયામાં દાળ-ઢોકળી તો બને છે. પણ દરેકના ત્યાં તેને બનાવવાની રીત જુદી જુદી હોય છે. તો શીખી લો દાળ ઢોકળી બનાવવાની આ રીત...

  દાળ ઢોકળી બનાવવા માટે જોઈશે...

  ઢોકળી માટેની સામગ્રી :-
  ઘઉંનો લોટ - 1/2 કપ
  ચણાનો લોટ - 1 ચમચો
  તેલ - 1 ચમચો
  અજમો - 1/4 ચમચી
  હળદર - 1/4 ચમચી
  મીઠું - સ્વાદાનુસાર
  મરચું- 1/2 ચમચી

  દાળ માટેની સામગ્રી :-
  તુવેરની દાળ - 1/2 કપ
  કાચા સિંગદાણા - 2 ચમચા
  પાણી - 2 કપ દાળ બાફવા + 4 કપ દાળ વઘારવા
  બાકીની સામગ્રી ગુજરાતી દાળની લેવી
  [ ગુજરાતી દાળની રેસીપી મુકેલ છે ]

  દાળ ઢોકળી બનાવવાની રીત :-
  સૌ પ્રથમ તુવેરદાળને 2-3 વખત સરખી ધોઈ લો. પછી તેને અડધી કલાક પલાળો. ત્યારબાદ તેનું પાણી દૂર કરી તેને કુકરમાં 2 કપ પાણી, મીઠું અને કાચા સિંગદાણા નાખીને ત્રણ સીટી વગાડી બાફી લો. તેની હવા નેચરલી નીકળવા દો.

  ઢોકળીનો લોટ બાંધવા માટે- એક વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, અજમો, મીઠું, હળદર, લાલ મરચા પાઉડર અને તેલ આ બધું લઇ થોડા પાણી વડે કઠણ લોટ બાંધવો, તેને ઢાંકીને રાખવો.

  VIDEO: 5 માંથી 1 ને હોય છે OCD: જાણો કઈ છે આ વિચિત્ર બીમારી અને લક્ષણો

  પછી દાળને બ્લેન્ડ કરી તેમાં 4 કપ પાણી નાખી તેને વધારવી. દાળ થોડી ઉકળે એટલે ગેસ ધીમો કરી, ઢોકળીના લોટમાંથી લુવા કરી તેની પર તેલ લગાવી પાતળી રોટલી તૈયાર કરવી, તેમાંથી ચોસર શેપ ઢોકળી કાપી તેને દાળમાં નાખો. તેને ઉકાળીને પાકવા દેવી, થોડા થોડા સમયે હલાવતા રહો. આ રીતે 20 થી 25 મિનીટમાં ઢોકળી પાકી જશે. થઈ જાય એટલે ગેસ બંધ કરી લીંબુનો રસ નાખો. તો તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ દાળઢોકળી. તેને સર્વિંગ પ્લટમાં લઈ તાની પર સમારેલી કોથમીર ભભરાવી તેમાં ઘી ઉમેરી સર્વ કરો. દાળ-ઢોકળી ભાત સાથે પીરસવાથી પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
  Published by:Bansari Shah
  First published: