Home /News /lifestyle /આ રીતે ઘરે બનાવો હોટલ જેવી 'છાશ', જીરું અને મસાલો તળીયે નહીં બેસી જાય અને મસ્ત ઉપર રહેશે

આ રીતે ઘરે બનાવો હોટલ જેવી 'છાશ', જીરું અને મસાલો તળીયે નહીં બેસી જાય અને મસ્ત ઉપર રહેશે

આ પ્રોપર રીતે ઘરે બનાવો છાશ

How To Make Buttermilk: મોટાભાગના લોકોને છાશ પીવી ગમતી હોય છે. ખાસ કરીને બપોરનું જમ્યા પછી કોઇ છાશ આપે છે તો પીવાની બહુ જ મજા આવે છે. છાશ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તો તમે પણ ઘરે આ પ્રોપર રીતે છાશ બનાવો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગનાં લોકોના ઘરે જમતી વખતે અથવા તો જમ્યા પછી છાશ પીવામાં આવતી હોય છે. છાશ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. છાશ પીવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. ડેરી પ્રોડક્ટમાં દહીં આપણાં શરીર માટે જેટલું ફાયદાકારક છે એટલું જ છાશનું મહત્વ હોય છે. દહીં ખાવાથી ઘણી વાર એસિડિટી થઇ શકે છે પરંતુ છાશ એટલી ગુણકારી છે કે એ પીધા પછી એસિડિટી જેવી કોઇ સમસ્યા થતી નથી. સામાન્ય રીતે મોટાભાગના લોકો દહીં અને છાશ બજારમાંથી તૈયાર લાવતા હોય છે, પરંતુ જો તમે આ રીતે ઘરે છાશ બનાવો છો તો ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે અને પીવાની પણ મોજ પડી જાય છે.

    સામગ્રી


    250 ગ્રામ દહીં

    અડધી ચમચી શેકેલું જીરું

    આ પણ વાંચો: ગર્ભમાં બાળક પહેલી વાર આ સમયે મારે છે પેટમાં કિક

    સ્વાદાનુંસાર કાળુ મીઠું

    જરૂર મુજબ પાણી

    ઝીણી સમારેલી કોથમીર

    બનાવવાની રીત


    છાશ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને એમાં બ્લેન્ડર ફેરવી લો. આ બ્લેન્ડર તમારે ઓછામાં ઓછુ 2 થી 3 મિનિટ સુધી ફેરવવાનું છે. આમ કરવાથી છાશ ઘટ્ટ અને મસ્ત બને છે. હવે આ દહીંમાં જરૂર મુજબ પાણી એડ કરો. જો તમારા ઘરમાં બધાને પાતળી છાશ ભાવતી નથી તો તમે પાણીનું પ્રમાણ થોડુ ઓછુ લો.

    આ પણ વાંચો: શરીરના આ અંગો પર સ્પર્શ કરીને પછી રાખો રિલેશન

    હવે છાશને 3 મિનિટ સુધી બ્લેન્ડરથી ફેરવી લો. પછી આ છાશમાં જીરું અને કાળુ મીઠું નાંખો ત્યારબાદ ફરી બ્લેન્ડ કરી લો. હવે આ છાશને એક ગ્લાસમાં લઇ લો. ગ્લાસમાં છાશ લીધા પછી શેકેલું જીરું અને ચપટી કરતા પણ ઓછુ કાળુ મીઠું ભભરાવો. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવો. આમ કરવાથી છાશની સ્મેલ અને ટેસ્ટ મસ્ત આવે છે.


    છાશ બનાવતી વખતે ખાસ આ ધ્યાન રાખો


    તમે જ્યારે પણ છાશ બનાવો ત્યારે કોઇ દિવસ દહીં અને પાણી એક સાથે મિક્સ કરવું નહીં. આમ કરવાથી છાશમાં કણી જેવું થઇ જાય છે જેના કારણે છાશનો ટેસ્ટ બગડી જાય છે. આ માટે છાશ બનાવતા પહેલા હંમેશા દહીંને બરાબર વલોવી લો. દહીં સરખું વલોવાઇ જાય પછી પાણી નાંખો છો તો છાશ મસ્ત બને છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style

    विज्ञापन
    विज्ञापन