શિયાળાની (winter) શરૂઆત થઈ ગઈ છે. લોકો ગરમ વસ્તુઓ ખાવા પણ લાગ્યા છે. લોકોના ઘરમાં વસાણાં બનવા લાગ્યા છે. શિયાળાને લગતી અનેક પ્રકારની વાનગીઓ પણ બનાવા લાગી છે. જાતભાતની શાકભાજીઓનો ઉપયોગ કરીને લોકો પૌષ્ટીક આહાર બનાવી જમતા હોય છે.
ઠંડીમાં શરીરને ગરમાવો મળી રહે એ માટે પણ લોકો અનેક પ્રકારની વાનગીઓ, અથાણાં અને સુકામેવાની વસ્તુઓ બનાવતા હોય છે. શિયાળામાં દરેક પ્રકારની શાકભાજી (Vegetables) બજારમાં મળતી હોય છે. અહીં લસણના અથાણાની (garlic pickle) વાત કરીશું જે ઠંડીની સિઝનમાં શાકભાજીની મજાને બમણી કરી દેશે. ચાલો જાણીએ Recipe.