Dry Manchurian recipe: ડ્રાય મન્ચુરિયન ખાવાની બહુ જ મજા આવે છે. તમે આ રીતે ઘરે ડ્રાય મન્ચુરિયન બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે. આ એક સ્ટ્રીટ ફૂડ રેસિપી છે. ઘરે કોઇ મહેમાન આવે અને તમે આ રીતે મન્ચુરિયન બનાવો છો તો ખાવાની મજા આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મન્ચુરિયનનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. મન્ચુરિયન ખાવાની બહુ જ મજા આવે છે. ખાસ કરીને બાળકોને મન્ચુરિયન વધારે ભાવતુ હોય છે. આ એક ચાઇનીઝ ડિશ છે, જે ખૂબ ફેમસ છે. અનેક લોકોને ગમતી આ ડિશ હોય છે. તો આજે તમે પણ શીખી લો સ્ટ્રીટ ફૂડ વેજ મન્ચુરિયન કેવી રીતે ઘરે બનાવશો. વેજ મન્ચુરિયનનો સ્વાદ એક એવો હોય છે જેના દિવાના અનેક લોકો હોય છે. વેજ મન્ચુરિયન ડ્રાય અને ગ્રેવી એમ બન્ને રીતે તમે બનાવી શકો છો. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@bhanas.bhat) એ ડ્રાય મન્ચુરિયનની રેસિપી શેર કરી છે. આ રેસિપીનો વિડીયો જોઇને તમે સરળતાથી ટેસ્ટી વેજ મન્ચુરિયન ઘરે બનાવી શકો છો. તો નોંધી લો આ રીત..
ઝીણાં કાપેલા શિમલા મરચા, ગાજર, કોબીજ અને થોડુ મીઠું નાખીને અડધો કલાક માટે અલગ રાખો. પછી આમાંથી પાણી કાઢી લો અને 3 થી 4 ચમચી કોર્ન ફ્લોર મિક્સ કરી દો. હવે આ મિશ્રણને બરાબર હલાવી દો. અડધી ચમચી કાળા મરી, લાલ મરચું, ગરમ મસાલો અને એક ચમચી આદુ-લસણની પેસ્ટ નાંખીને સારી રીતે મિક્સ કરી લો. આમાંથી નાના-નાના બોલ્સ બનાવી લો.
એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં બોલ્સ નાંખીને ડીપ ફ્રાઇ કરી લો. પછી એક કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઇ જાય એટલે લસણ અને લીલા મરચા નાંખીને શેકી લો. ત્યારબાદ કટ કરેલા શાકભાજી નાંખીને થોડીવાર માટે થવા દો. પછી સોયા સોસ, ટોમેટો સોસ, ગ્રીન ચીલી સોસ નાંખીને મિક્સ કરી લો.
એક મોટું વાસણ લો અને એમાં એક ચમચી કોર્ન ફ્લોર મિક્સ કરી લો. એક કડાઇમાં નાંખીને શેકી લો. હવે આ મિશ્રણમાં ફ્રાઇ કરેલા બોલ્સ અને ગ્રેવીની સાથે બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ટેસ્ટી ડ્રાય વેજ મન્ચુરિયન. આ મન્ચુરિયનને એક પ્લેટમાં કાઢી લો અને એમાં કોથમીર, ઝીણી સમારેલી ડુંગળીથી ગાર્નિશ કરો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર