Home /News /lifestyle /Dry Fruits Milk Shake Recipe: ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક પીઓ અને સવારની શરૂઆત કરો, આખો દિવસ એનર્જેટિક રહેશો

Dry Fruits Milk Shake Recipe: ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક પીઓ અને સવારની શરૂઆત કરો, આખો દિવસ એનર્જેટિક રહેશો

ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક રેસિપી

Dry Fruits Milk Shake Recipe: ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક તમે રોજ સવારમાં પીઓ છો તો હેલ્ધી રહો છો અને સાથે તમારી હેલ્થ પણ સારી રહે છે. આ ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક તમે આ રીતે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં બહુ મસ્ત બને છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્વાદની સાથે-સાથે ખાવાની મજા પણ કંઇક અલગ જ આવતી હોય છે. મોટાભાગના લોકોના ઘરે સાંજના સમયે અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. વાત કરવામાં આવે તો તમને પણ ખ્યાલ હશે કે ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ ડોક્ટર પણ આપતા હોય છે. ડોક્ટરની સલાહ મુબજ તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો તો તમે હેલ્ધી રહો છો અને સાથે ફિટ પણ રહો છો. તો આજે અમે તમને એક એવો શેક બનાવતા શીખવાડીશું જે તમે રોજ સવારમાં પીઓ છો તો હેલ્ધી રહો છો અને સાથે ફિટ પણ રહો છો. તો તમે પણ ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક આ રીતે ઘરે બનાવો છો તો પીવાની મજા આવે છે. આ ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક તમે રોજ સવારમાં પીઓ છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક.

    આ પણ વાંચો: જાણી લો વિટામીન ડીના શરૂઆતી લક્ષણો અને ઉપાયો

    સામગ્રી


    ¼ કપ ખજૂર

    ત્રણ કપ કાજૂ

    ¼ અખરોટ

    ¼ બદામ

    4 થી 5 અંજીર

    બે કપ દૂધ

    બે ચમચી ખાંડ

    આ પણ વાંચો: શિયાળામાં ગિલોયનો ઉકાળો પીઓ અને બચો વાયરલથી

    બનાવવાની રીત





      • ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક બનાવવા માટે સૌ પ્રથમ ખજૂરને કટ કરીને એમાંથી ઠળિયા કાઢી લો.

      • ત્યારબાદ એક મોટો બાઉલ લો અને એમાં ગરમ પાણી નાંખો.

      • આ ગરમ પાણીમાં ખજૂર, અખરોટ, બદામ, કાજુ સહિતની અનેક વસ્તુઓ નાંખો અને ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દો.

      • નક્કી કરેલા સમય પછી ડ્રાય ફ્રૂટ્સને પાણીમાંથી કાઢી લો અને એક પ્લેટમાં લઇ લો.

      • પલાળેલા બધા જ ડ્રાય ફ્રૂટ્સને મિક્સર જારમાં લઇ લો અને બ્લેન્ડ કરી લો.

      • ત્યારબાદ આમાં દૂધ અને ખાંડ નાંખીને બ્લેન્ડ કરી લો.

      • આ દૂધ તમારે ઠંડુ લેવાનું રહેશે. ઠંડો શેક પીવાની બહુ જ મજા આવે છે.

      • તો તૈયાર છે ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક.

      • આ શેકને હવે એક ગ્લાસમાં લઇ લો અને રોજ સવારમાં પી લો.






    • આ મિલ્ક શેક પર તમે ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ નાંખીને ગાર્નિશ કરી લો.

    • જો તમે આ શેક રોજ પીઓ છો તો તમે હેલ્ધી રહો છો અને સાથે અનેક બીમારીઓથી દૂર રહો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन