Home /News /lifestyle /હવેથી તૈયાર લોટ લાવશો નહીં, આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ 'ડાકોરના ગોટા'

હવેથી તૈયાર લોટ લાવશો નહીં, આ રીતે ઘરે બનાવો ક્રિસ્પી અને સ્વાદિષ્ટ 'ડાકોરના ગોટા'

લોટનું માપ ખૂબ જરૂરી છે.

Dakor gota recipe: ડાકોરના ગોટા ગુજરાતની બહાર પણ ફેમસ છે. આ ગોટા ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. આ પ્રોપર રીતે તમે ડાકોરના ગોટા ઘરે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને ખાવાની મજા આવે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાકોરના ગોટા અને દહીં ખાવાની બહુ મજા આવે છે. જે લોકો ડાકોરમાં કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જાય એ લોકો અચુક ગોટા ખાઇને આવે છે. ડાકોરના ગોટા બહુ જ ફેમસ હોય છે. આ ગોટા તમે ખાધા હશે તો તમને ખ્યાલ હશે કે ક્રિસ્પી હોય છે. આ ગોટાની સુગંઘ કંઇક અલગ જ આવતી હોય છે. જો કે અનેક લોકો તૈયાર લોટ લાવીને ગોટા બનાવતા હોય છે. આમ, જો તમે પણ તૈયાર લોટ લાવો છો અને બનાવો છો તો આ રેસિપી નોંધી લો. આ ગોટા સાથે દહીં અને ચટણી ખાવાની બહુ જ મજા આવે છે. તો નોંધી લો આ રીત.

    સામગ્રી


    બે કપ ચણાનો લોટ

    એક કપ રવો

    બે ચમચી આદુ-મરચાની પેસ્ટ

    ચપટી હળદર

    આ પણ વાંચો:માત્ર 20 મિનિટમાં ઘરે બનાવો રાજમા કબાબ

    સ્વાદાનુંસાર મીઠું

    અડધી ચમચી આખા ધાણા

    એક ચમચી તલ

    ચપટી સોડા

    અડધ ચમચી વરિયાળી

    ચાર ચમચી ખાંડ

    ઝીણી સમારેલી કોથમીર

    અડધી ચમચી ગરમ મસાલો

    બે આખા લીંબુનો રસ

    બનાવવાની રીત



    • ડાકોરના ફેમસ ગોટા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં ઉપર જણાવ્યા માપ મુજબ બે લોટ મિક્સ કરી લો.


    આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો ગુલાબી જામફળનું શાક



      • હવે આ લોટમાં હળદર, મીઠું, ખાંડ, વરિયાળી, આખા ધાણા, લીંબુનો રસ, કોથમીર, ગરમ મસાલો, ચપટી સોડા નાંખો અને બરાબર મિક્સ કરી લો.

      • આ પ્રોસેસ થઇ જાય પછી થોડુ-થોડુ પાણી ઉમેરતા જાવો અને ગોટાનું ખીરું તૈયાર કરી લો. ખાસ ધ્યાન એ રાખો કે પાણી વધારે ના પડે, નહીં તો ખીરું પાતળુ થઇ જશે અને ગોટા બરાબર ઉતરશે નહી.

      • હવે આ ખીરાને 5 થી 7 મિનિટ માટે બરાબર ફેંટી લો.

      • આ લોટ ફીણીને 5 મિનિટ માટે રહેવા દો અને પછી ઉપયોગમાં લેવો.

      • એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.

      • તેલ ગરમ થઇ જાય એટલે ગેસ મિડીયમ કરી લો અને ગોટા ઉતારવા લાગો.

      • આ ગોટા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને પછી એક પ્લેટમાં લઇ લો.






    • તો તૈયાર છે ડાકોરના ગોટા.

    • આ ગોટા સાથે તમે દહીં અને આંબલીની ચટણી ખાઓ છો મજ્જા પડી જાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Dakor, Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन