Home /News /lifestyle /ડાયાબિટીસના દર્દીઓ પેટ ભરીને ખાઇ શકો છો 'આ' શાક!, આ રીતે બનાવો ઘરે

ડાયાબિટીસના દર્દીઓ પેટ ભરીને ખાઇ શકો છો 'આ' શાક!, આ રીતે બનાવો ઘરે

આ રીતે ઘરે બનાવો દહીં ભીંડાનું શાક

Dahi Bhindi Recipe: દહીં-ભીંડાનું શાક ખાવાની બહુ જ મજા આવે છે. આ શાક તમે એક વાર ઘરે બનાવીને ખાશો તો વારંવાર ખાવાની ઇચ્છા થઇ જશે. આ શાક અને સાથે પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે પણ ઘરે બનાવો આ શાક.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભિંડાનું શાક દરેક લોકોને ભાવતું હોતુ નથી. ભીંડાના શાકને કંઇક અલગ ટ્વિસ્ટ કરીને ખાઓ છો તો ખાવાની બહુ જ મજા આવે છે. ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે ભીંડાનું શાક ખાવામાં કોરું અને એકલું પડે છે. જો તમારા ઘરમાં પણ આવા પ્રોબ્લેમ્સ થાય છે તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. આ રેસિપી તમે એક વાર ઘરે બનાવશો તો વારંવાર બનાવવાની ઇચ્છા થશે. દહીં ભીંડાનું શાક તમે આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવશે. દહીં ભીંડા ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો દહીં ભીંડાનું શાક.

    સામગ્રી


    ½ કિલો ભીંડા

    એક ડુંગળી

    દોઢ કપ દહીં

    એક ટી.સ્પૂન આદુ-લસણની પેસ્ટ

    એક ટી.સ્પૂન લાલ મરચું

    આ પણ વાંચો: નવરાત્રીમાં ફટાફટ ગરબા રમવા જવું છે?

    ¼ ટી.સ્પૂન હળદર

    એક ટી.સ્પૂન ધાણાજીરું

    ½ ટી.સ્પૂન ગરમ મસાલો

    1 ટી.સ્પૂન જીરુ

    1 ટી.સ્પૂન કસુરી મેથી

    2 થી 3 ઇલાયચી

    1 તમાલપત્ર

    2 ટી.સ્પૂન કોથમીર

    4-5 ટી.સ્પૂન તેલ

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત



    • દહીં ભીંડાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ભીંડાને ચોખ્ખા પાણીથી ધોઇ લો.

    • પછી આ ભીંડાને કટ કરી લો.

    • હવે ડુંગળી અને કોથમીરને ઝીણી સમારી લો.

    • ત્યારબાદ એક કડાઇમાં બે ટી.સ્પૂન તેલ લઇને ગરમ કરી લો.

    • તેલ ગરમ થઇ જાય એટલે ભીંડાને ફ્રાય કરી લો.

    • જ્યારે ભીંડા ફ્રાય થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ લો.

    • હવે બીજા એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે જીરું, તમાલપત્ર, ઇલાયચી અને કસુરી મેથી નાંખીને ફ્રાય કરી લો.

    • આમાંથી સ્મેલ આવવા લાગે એટલે ઝીણી સમારેલી ડુંગળી, આદુ-લસણની પેસ્ટ નાંખો અને સાંતળી લો.


    આ પણ વાંચો: તમે ક્યારે ખાધી છે મગની દાળની પકોડી?

    • જ્યારે ડુંગળી આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

    • ત્યારબાદ આમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું સહિતની અનેક વસ્તુઓ નાંખો અને મિક્સ કરી લો.

    • આ બધી વસ્તુઓને 2 થી 3 મિનિટ માટે થવા દો.

    • પછી તેલમાંથી દહીં અલગ થવા લાગે એટલે ફ્રાય કરેલા ભીંડા એડ કરો અને 2 મિનિટ માટે થવા દો.

    • હવે આ શાકને 7 થી 8 મિનિટ માટે થવા દો અને પછી ગેસ બંધ કરી દો.

    • તો તૈયાર છે સ્વાદિષ્ટ દહીં-ભીંડાનું શાક

    • આ શાક ડાયાબિટીસના દર્દીઓ ખાય છે તો સૌથી બેસ્ટ છે. દહીંમાં વિટામીન સીનું પ્રમાણ વધારે હોય છે જે આ દર્દીઓના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Recipes, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन
    विज्ञापन