Home /News /lifestyle /મહેંમાનો માટે ઘરે બનાવો હોટલ જેવી 'ચીઝી ચીલી નાન', માત્ર 15 મિનિટમાં આ રીતે ઘરે બનાવો

મહેંમાનો માટે ઘરે બનાવો હોટલ જેવી 'ચીઝી ચીલી નાન', માત્ર 15 મિનિટમાં આ રીતે ઘરે બનાવો

આ નાન ખાવાની મજા આવે છે.

Chili cheese naan recipe: ચીલી ચીઝ નાન ખૂબ જ ફેમસ થઇ રહી છે. ચીલી ચીઝ નાન તમે આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની મજા આવે છે. આ નાન કોઇ પણ પંજાબી શાક તમે ખાઓ છો મજ્જા પડી જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ચીલી ચીઝ નાન.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હોટલમાં અનેક પ્રકારની નાન મળે છે. નાન અને પંજાબી સબ્જી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. નાન તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ચીલી ચીઝ નાન દરેક લોકોને પસંદ હોય છે. ચીલી ચીઝ નાન તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આ નાન તમે ઘરે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે. તમારા ઘરે કોઇ મહેમાન આવે છે અને તમે આ નાન બનાવો છો તો ખાવાની મજા પડી જાય છે. આ નાન મોટા લોકોની સાથે-સાથે નાના બાળકોને પણ ખૂબ ભાવે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ચીલી ચીઝ નાન.

સામગ્રી


એક કપ મેંદો

અડધો કપ દહીં

એક કપ ચીઝ

આ પણ વાંચો:બીટના જ્યૂસમાં આ ફ્રૂટ નાંખો અને પછી પીઓ

2 ચમચી ઝીણું સમારેલું લીલુ મરચુ

બે ચમચી આદુ

બે ચમચી કાળા તલ

અડધી ડુંગળી

ત્રણથી ચાર ચમચી કોથમીર

બે ચમચી ખાંડ

4 ચમચી દેસી ઘી

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • સ્વાદથી ભરપૂર ચીલી ચીઝ નાન બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર બાઉલ લો અને એમાં દહીં નાંખો.

  • આ દહીંમાં ખાંડ, બેકિંગ સોડા, ચપટી મીઠું નાખીને મિક્સ કરી લો.

  • આ બધી જ વસ્તુઓને બરાબર ફેંટી લો.


આ પણ વાંચો:સાદી દાળમાં આ રીતે હિંગ-જીરાનો તડકો કરો



    • ચમચીની મદદથી હવે દહીંને સારી રીતે ફેટી લો.

    • પછી દહીંમાં મેંદો નાંખો અને મિક્સ કરી લો.

    • જરૂર મુજબ ગરમ પાણી નાંખીને મિક્સ કરી લો અને લોટ બાંધી લો.

    • બે કલાક માટે લોટને ઢાંકીને મુકી રાખો.

    • એક બાઉલ લો અને એમાં છીણેલું ચીઝ, ઝીણી સમારેલી ડુંગળી અને કટ કરેલા લીલા મરચા નાખીને બધી જ સામગ્રીઓને સારી રીતે મિક્સ કરી લો.

    • પછી સ્વાદાનુંસાર મીઠું નાંખો.

    • હવે મેંદાનો લોટ લો અને એના ગુલ્લા બનાવી લો.

    • પછી રોટલી થોડી વણો અને એમાં વચ્ચે સ્ટફિંગ ચમચીની મદદથી ભરી લો.

    • હવે ચારે બાજુથી બંધ કરી દો.

    • નાન વણ્યા પછી ઉપરથી કોથમીર એડ કરો અને કાળા તલ નાંખો.

    • પછી ફરીથી વણી લો.

    • એક નોનસ્ટિક પેન લો અને એને મિડીયમ ગેસ પર ગરમ કરવા માટે મુકો.

    • તવી ગરમ થઇ જાય એટલે પાણી છાંટી લો અને નાનની એક બાજુ પાણી લગાવી દો.

    • પાણી વાળી સાઇડથી તવા પર શેકી લો.






  • એક બાજુ નાન શેકાઇ જાય પછી બીજી બાજુ મુકી દો.

  • નાન શેકાઇ જાય પછી તવા પરથી નાન લઇને એક પ્લેટમાં લઇ લો.

  • તો તૈયાર છે ચીલી ચીઝ નાન.

First published:

Tags: Life Style News, Recipes