Home /News /lifestyle /Chia Strawberry jam Recipe: એક્ટ્રેસ માહી વિજ દીકરીને ખવડાવે છે ઘરનો બનાવેલો 'ચિયા સ્ટ્રોબેરી જામ', Videoમાં જોઇને બનાવો ઘરે
Chia Strawberry jam Recipe: એક્ટ્રેસ માહી વિજ દીકરીને ખવડાવે છે ઘરનો બનાવેલો 'ચિયા સ્ટ્રોબેરી જામ', Videoમાં જોઇને બનાવો ઘરે
આ જામ ખાવાની મજા આવે છે.
chia strawberry jam recipe: સામાન્ય રીતે મોટાભાગનાં બાળકોને જામ ભાવતો હોય છે. જો કે જામ ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. બહારના કરતા તમે ઘરે જાતે જ જામ બનાવો છો તો હેલ્થને કોઇ નુકસાન થતુ નથી. આ જામ અનેક પૌષ્ટિક્તાથી ભરપૂર હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે દરેક બાળકોને જામ ખાવાનું મન થતુ હોય છે. દરેક બાળકો જામ ખાવાના શોખીન હોય છે. આ જામ તમે પણ સરળતાથી ઘરે બનાવી શકો છો. આજે અમે તમને એક જામની રેસિપી જણાવીશું. આ જામ તમારા બાળકો માટે એકદમ હેલ્ધી સાબિત થાય છે. આ જામમાં ખાલી સ્ટ્રોબેરી જ નહીં, પરંતુ ચીયા સિડ્સ હોય છે જે બાળકો અને એની હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના જામ મળે છે, પરંતુ જો તમે આ રીતે ઘરે જ ચીયા સ્ટ્રોબેરી જામ બનાવો છો તો હેલ્થને અનેક ફાયદો થાય છે. તો નોંધી લો આ રીત અને ઘરે બનાવો ચીયા સ્ટ્રોબેરી જામ.
એક્ટ્રેસ માહી વિજે એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જામની રેસિપી શેર કરી છે. આ વિડીયો જોઇને તમે સરળતાથી ઘરે આ જામ બનાવી શકો છો. તો જાણો આ વિશે વધુમાં.