Home /News /lifestyle /મોંમાં પાણી આવી ગયું...તમે પણ આ રીતે ઘરે બનાવો ચટાકેદાર 'ચીઝ પનીર ઢોસા'
મોંમાં પાણી આવી ગયું...તમે પણ આ રીતે ઘરે બનાવો ચટાકેદાર 'ચીઝ પનીર ઢોસા'
ધરે બનાવો ચીઝ પનીર ઢોસા
cheese paneer dosa recipe: ચીઝ પનીર ઢોસા ખાવાની બહુ જ મજા આવે છે. આ ચીઝ પનીર ઢોસા બાળકો ફટાફટ જમી લે છે અને સ્વાસ્થ્યને કોઇ નુકસાન પણ થતુ નથી. ચીઝ પનીર ઢોસા આ રીતે તમે ઘરે બનાવશો તો ટેસ્ટમાં બહાર જેવા જ બનશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: હંમેશા પેરેન્ટ્સને બાળકોની ખાવા-પીવાની ચિંતા રહેતી હોય છે. આજના આ સમયમાં બાળકો ખાવામાં બહુ જ નખરા કરતા હોય છે. બાળકોને ખવડાવવું ખૂબ જરૂરી છે. જો તમે બાળકોને ખવડાવવા પર ધ્યાન આપતા નથી તો વજન વધતું નથી અને સાથે શારિરિક અને માનસિક વિકાસ પણ અટકી જાય છે. આમ, જો તમારું બાળક પણ ખાતું નથી તો તમે રોજ અલગ-અલગ વાનગીઓ બનાવીને ખવડાવો અને પછી ધીરે-ધીરે દરેક વસ્તુઓ ખવડાવવાની આદત પાડો. આમ કરવાથી સમય જતા બાળક બધુ જ ખાવા લાગશે. તો આજે અમે તમારી આ વાતને ધ્યાનમાં લઇને ચીઝ પનીર ઢોસાની રેસિપી લઇને આવ્યા છીએ. આ ઢોસા તમારા બાળકો ફટાફટ ખાઇ લેશે અને મજા પણ આવશે. તો આ રીતે ઘરે બનાવો ચીઝ પનીર ઢોસા.
ચીઝ પનીર ઢોસા બનાવવા માટે સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને 5 થી 6 કલાક માટે અલગ-અલગ પલાળી રાખો. ત્યારબાદ મેથીને પણ અલગ વાસણમાં પલાળો. આમ કરવાથી સ્વાદ સારો આવે છે. હવે આ ત્રણેય વસ્તુઓની પેસ્ટ બનાવી લો. મેથી નાંખવાથી ટેસ્ટ બહાર જેવો આવે છે અને સાથે ઢોસામાં સ્મેલ પણ સારી આવે છે. હવે આ પેસ્ટમાં એટલે કે ખીરું તૈયાર કર્યુ છે એમાં મીઠું નાંખો અને હલાવી દો.
આ ખીરાને મીઠું નાખ્યા પછી 7 થી 8 કલાક માટે ઢાંકીને મુકી રાખો. ત્યારબાદ પનીરને છીણી લો. હવે ડુંગળી લો અને એની લાંબી ચીરી કરી લો. પછી એક બાઉલમાં ડુંગળી, પનીર, કોથમીર અને લીલું મરચું મિક્સ કરી લો. એક પેન લો અને એને ગરમ કરવા માટે મુકો. પેન ગરમ થઇ જાય એટલે ખીરું પાથરો અને આજુબાજુ તેલ નાંખો.
હવે આ ઢોસા પર પનીરનું મિશ્રણ નાંખો અને ચારેબાજુ ફેલાવી દો. હવે આ ઢોસા પર ઉપરથી ચીઝ નાંખો. એક બાજુ બ્રાઉન રંગ થાય એટલે તાવેતાની મદદથી ફોલ્ડ કરી લો. હવે આ ઢોસાને એક પ્લેટમાં લઇ લો. તો તૈયાર છે ચીઝ-પનીર ઢોસા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર