Home /News /lifestyle /Chana Sandwich Recipe: ચણાનું શાક વધે તો ફેંકશો નહીં, આ રીતે ઘરે બનાવો ટેસ્ટી 'ચણા સેન્ડવિચ'

Chana Sandwich Recipe: ચણાનું શાક વધે તો ફેંકશો નહીં, આ રીતે ઘરે બનાવો ટેસ્ટી 'ચણા સેન્ડવિચ'

ચણા સેન્ડવિચ ઘરે બનાવો

Chana Sandwich Recipe: આપણે લંચમાં કે ડિનરમાં ચણા બનાવતા હોઇએ છીએ. ચણા અને છોલે ખાવાની બહુ મજા આવે છે. પરંતુ આપણે વધેલા ચણા અને છોલેને ફેંકી દેતા હોઇએ છીએ. જો તમે પણ આવું કરો છો તો આ રેસિપી પર એક નજર કરી લો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોના ઘરમાં નાસ્તામાં જાતજાતની વાનગીઓ બનતી હોય છે. બ્રેક ફાસ્ટ હેલ્ધી હોય તો આખો દિવસ તમે એનર્જીથી ભરપૂર રહો છો અને સાથે તમારા હેલ્થને પણ અનેક ઘણાં ફાયદાઓ થાય છે. વાત કરવામાં આવે તો અનેક લોકો બ્રેકફાસ્ટમાં પરાઠા, દલિયા તેમજ બટાકાની સેન્ડવિચ બનાવતા હોય છે. આ સાથે જ અનેક લોકો ઘરે લંચમાં કે ડિનરમાં છોલે તેમજ ચણા બનાવતા હોય છે. ચણાનું શાક આપણે ઘરે બનાવીએ ત્યારે એ ઘણી વાર વધતુ હોય છે. દરેક લોકો આ ચણાનું શાક ફેંકી દેતા હોય છે. પરંતુ તમે હવેથી ચણાનું શાક બનાવો છો અને એ વધે છે તો તમે આ રીતે એમાંથી ચણા સેન્ડવિચ બનાવો.

    સામગ્રી


    4 થી 6 બ્રેડની સ્લાઇસ

    એક ઝીણી સમારેલી ડુંગળી

    એક ઝીણું સમારેલું ટામેટુ

    આ પણ વાંચો: બહાર લારી જેવા ચટાકેદાર 'બ્રેડ પકોડા' બનાવો આ રીતે

    એક નાની વાટકી બચેલા ચણા

    એક નાની ચમચી કાળા મરી પાવડર

    બે ઝીણાં સમારેલા લીલા મરચા

    સ્વાદાનુંસાર મીઠું

    નાની ચમચી મિક્સ હર્બસ

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત



    • વધેલા ચણામાંથી સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ ચણાને ગરમ કરી લો અને વધારાનું પાણી બાળી લો.

    • હવે આ ચણાને એક બાઉલમાં મેશ કરી લો.


    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો ટેસ્ટી 'દાળ ઢોકળી'



      • પછી આમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા અને ટામેટા નાંખો.

      • મસાલો કરવા માટે કાળા મરીનો પાવડર અને હર્બસ મિક્સ કરીને નાંખો.

      • હવે આ મિશ્રણને બ્રેડની સ્લાઇસ પર લગાવો અને બીજી સ્લાઇસ ઉપર મુકી દો.

      • આ પ્રોસેસ થઇ જાય પછી બ્રેડને બન્ને સાઇડથી શેકી લો.

      • સેન્ડવિચને તમે ચટણી કે સોસ સાથે ખાઓ તો મજ્જા પડી જાય છે.

      • આ સેન્ડવિચ પર તમે કોથમીરથી ગાર્નિશ કરી શકો છો.

      • તો તૈયાર છે ચણા સેન્ડવિચ.

      • આ ડિશે તમે પણ એક વાર ઘરે ટ્રાય કરો અને મજા માણો.

      • આ સેન્ડવિચ ઘરના દરેક લોકોને ભાવશે.






    • આ સેન્ડવિચમાં તમારા વધેલા ચણાનો ઉપયોગ થઇ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે.

    •  આ સેન્ડવિચ બાળકોને પણ ખૂબ ભાવશે.

    • આ સેન્ડવિચ માત્ર 15  મિનિટમાં જ ઘરે બની જશે. આ સેન્ડવિચ ઘરે તમે ખૂબ ઝડપથી બનાવી શકો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes, Sandwich recipe

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन