Home /News /lifestyle /શિયાળુ સ્પેશિયલ 'ચાનો મસાલો' આ રીતે ઘરે બનાવો, કિટલી કરતા પણ મસ્ત ચા ઘરે બનશે

શિયાળુ સ્પેશિયલ 'ચાનો મસાલો' આ રીતે ઘરે બનાવો, કિટલી કરતા પણ મસ્ત ચા ઘરે બનશે

ચાનો મસાલો ઘરે બનાવવાની રીત

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મસાલા વગરની ચા અનેક લોકોને ભાવતી હોતી નથી. એમાં પણ ખાસ કરીને શિયાળામાં ચામાં મસાલો ના નાંખ્યો હોય તો પીવાની મજા જ બગડી જાય છે. ચાનો મસાલો તમે ઘરે આ રીતે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત સુગંધીદાર બને છે અને ચામાં પણ મસ્ત સ્મેલ આવે છે. શિયાળામાં મસાલાવાળી ચા પીવાથી માઇન્ડ રિલેક્સ થઇ જાય છે અને શરીરની ઠંડી ઉડી જાય છે. આ માટે શિયાળામાં ખાસ કરીને મસાલા ચા પીવી જોઇએ. પરંતુ અનેક લોકો જ્યારે ચાનો મસાલો ઘરે બનાવે ત્યારે ટેસ્ટમાં સારો બનતો નથી. આ માટે જો તમે આ રીતે મસાલો ઘરે બનાવો છો તો પરફેક્ટ બનશે.

    સામગ્રી


    10 ગ્રામ ઇલાયચી

    2 તમાલપત્ર

    આ પણ વાંચો: વધેલી રોટલીમાંથી બનાવો રોટી પીઝા પોકેટ

    બે મોટી ચમચી લવિંગ

    અડધી ચમચી મરી

    ત્રણ તજના ટુકડા

    7 થી 8 તુલસીના પાન

    એક ચમચી સૂંઠ

    અડધી ચમચી જાયફળ

    બનાવવાની રીત



    • ચાનો મસાલો ઘરે બનાવવા માટે સૌ પ્રથમ એલચી જેવા અનેક મસાલાને બે દિવસ માટે તડકામાં મુકી રાખો. આમ કરવાથી મસાલામાં લાગેલો ભેજ ઉડી જાય છે.


    આ પણ વાંચો: સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે બનાવો પનીર દહીં ટિક્કી



      • ત્યારબાદ આ બધા જ મસાલાને સાફ કરી દો જેથી કરીને ચોખ્ખા થઇ જાય.

      • હવે એક કડાઇ લો અને એને ધીમા ગેસે ગરમ કરવા માટે મુકો.

      • કડાઇ ગરમ થઇ જાય એટલે લવિંગ, તમાલ પત્ર, ઇલાયચી, કાળા મરી જાયફળ, તજના ટુકડા જેવા અનેક મસાલાઓ ગરમ કરી લો. ધ્યાન રહે કે આ મસાલા તમારે ધીમા ગેસે શેકવાના રહેશે. તમે ફાસ્ટ ગેસે કરો છો તો મસાલા બળવા લાગશે અને ચાનો સ્વાદ ભાવશે નહીં.

      • આ બધા જ મસાલાને મિક્સર જારમાં લો અને ક્રશ કરી લો.

      • મસાલા ક્રશ થઇને પાવડર બનશે એટલે એમાંથી મસ્ત સુગંધ આવશે.

      • આ મસાલાને ચાળણીમાં લઇને ચાળી લો, જેથી કરીને એમાંથી રેસા જેવી વસ્તુઓ નિકળી જાય.

      • તો તૈયાર છે અનેક મસાલાઓથી ભરપૂર ચાનો મસાલો.

      • આ મસાલો તમે હવે એર ટાઇટ બરણીમાં ભરી લો.

      • આ રીતે તમે મસાલો બનાવો છો તો ટેસ્ટમાં બહાર કરતા પણ મસ્ત બને છે.






    • આ મસાલો તમે ચામાં નાંખશો તો સ્મેલ મસ્ત આવે છે અને ચા પીવાની પણ બહુ મજા આવે છે.

    • શિયાળામાં આ મસાલો બનાવો છો ત્યારે તમારે તુલસીના પાન નાંખવા જેથી કરીને શરદી-ઉધરસમાંથી રાહત મળે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन