Home /News /lifestyle /ગાજરનું રાયતુ ક્યારે ખાધુ છે? આજે જ ફટાફટ બનાવો ઘરે, આ ખાસ રીતે તડકો કરીને ટેસ્ટી બનાવો

ગાજરનું રાયતુ ક્યારે ખાધુ છે? આજે જ ફટાફટ બનાવો ઘરે, આ ખાસ રીતે તડકો કરીને ટેસ્ટી બનાવો

આંખોની રોશની વધારે છે.

Carrot raita recipe:  રાયતામાં અનેક પ્રકાર આવે છે. તમે હોટલમાં જાવો તો પણ રાયતાની અનેક પ્રકારની વેરાયટી તમને જોવા મળે છે. આમ, જો તમે ગાજરનું રાયતુ આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની મજા આવે છે અને સાથે હેલ્થને પણ અનેક રીતે ફાયદો થાય છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પોષક તત્વોથી ભરપૂર ગાજર ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ એ ગુણોથી ભરપૂર હોય છે. ગાજરનું રાયતુ ખાવાની બહુ જ મજા આવે છે. આ રાયતુ તમે એક વાર ખાશો તો બીજા બધા રાયતાના ટેસ્ટ ભૂલી જશો. આ રાયતુ તમે અઠવાડિયામાં એક વાર ખાઓ છો તો આંખોની રોશની વધે છે અને સાથે શરીરમાં રહેલી અનેક વિટામીન્સની ઉણપ પૂરી થાય છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો ગાજરનું રાયતુ અને ખાવાની મજા માણો.

સામગ્રી


એક કપ છીણેલાં ગાજર

એક કપ દહીં

આ પણ વાંચો:પાર્ટનર માટે આ રીતે ઘરે બનાવો એગલેસ ચોકલેટ કેક

એક ચમચી જીરું

અડઘી ચમચી જીરાનો પાવડર

બે ચમચી ઝીણું સમારેલું લસણ

ચપટી હિંગ

એક ચમચી ફુદીનાના પાન

એક ચમચી ઝીણી સમારેલી કોથમીર

એક મરચું

અડઘી ચમચી કાળુ મીઠું

અડઘી ચમચી તેલ

બનાવવાની રીત



  • ગાજરનું રાયતુ બનાવવા માટે સૌ પ્રથમ ગાજરને ધોઇને એને સાફ કરી લો.

  • પછી આ ગાજરને છીણી લો.

  • મિક્સર બાઉલ લો અને એમાં દહીં નાંખો.


આ પણ વાંચો:બાળકોનું ફેવરેટ ચોકલેટ ડોનટ્સ આ રીતે બનાવો ઘરે



    • આ દહીંમાં જીરું પાવડર, કાળા મરીનો પાવડર અને થોડુ મીઠું નાખીને ચન કરી લો.

    • આ દહીંમાં અડધો કપ પાણી નાંખો અને ફરી એક વાર બ્લેન્ડ કરી લો.

    • આ પ્રોસેસ થઇ જાય પછી દહીમાં ઝીણી સમારેલી કોથમીર, લીલા મરચા અને છીણેલું ગાજર નાખીને મિક્સ કરી લો.

    • આ રાયતામાં તડકો લગાવવા માટે એક નાની કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

    • તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું, લસણ, હિંગ નાખો.

    • લસણનો રંગ સામાન્ય બ્રાઉન થઇ જાય એટલે ગેસ બંધ કરીને રાયતામાં એડ કરી દો.

    • હવે આ રાયતુ બરાબર મિક્સ કરી લો.

    • આ રાયતુ ઠંડુ થવા માટે ફ્રિજમાં મુકી દો.

    • તો તૈયાર છે ગાજરનું રાયતુ






  • આ રાયતુ તમે રોટલી તેમજ પરાઠા સાથે ખાઓ છો તો મસ્ત લાગે છે.

  • આ રાયતુ રેગ્યુલર ખાવાથી આંખોની રોશની સારી થાય છે.

  • આ રાયતુ એક વાર ખાશો તો મોંમા સ્વાદ રહી જશે.

First published:

Tags: Life Style News, Recipes