Home /News /lifestyle /આ રીતે ચણાનો લોટ શેકીને ઘરે બનાવો 'ભરેલા શિમલા મરચા', રોટલી સાથે ખાવાની મજા પડી જશે

આ રીતે ચણાનો લોટ શેકીને ઘરે બનાવો 'ભરેલા શિમલા મરચા', રોટલી સાથે ખાવાની મજા પડી જશે

ઘરે બનાવો ભરેલા શિમલા મરચાનું શાક

Bharela Shimla Marcha: ભરેલા શિમલા મરચાનું શાક ખાવાની બહુ જ મજા આવે છે. ભરેલા શિમલા મરચા તમે આ રીતે ઘરે બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રીતે ઘરે બનાવો ભરેલા શિમલા મરચા.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ચણાનો લોટ અને શિમલા મરચામાંથી બનતી એક મસ્ત વાનગી અમે તમારી માટે લઇને આવ્યા છીએ. જે છે ભરેલા શિમલા મરચા. આ વાનગી ચણાના લોટમાંથી બને છે. ચણાના લોટમાંથી બનાવેલા ભરેલા મરચા ખાવાની બહુ જ મજા આવે છે. આ શાક તમે લંચ અને ડિનરમાં બનાવીને ખાઇને એની મજા માણી શકો છો. તમે પણ નવી રેસિપી ટ્રાય કરવા ઇચ્છો છો તો બેસનના શિમલા મરચા ઘરે સરળતાથી બનાવી શકો છો. આ શિમલા મરચા મિનિટોમાં તૈયાર થઇ જાય છે. ઓફિસના ટિફિન બોક્સમાં તમે આ શાક બનાવીને લઇ જાવો છો તો રોટલી સાથે ખાવાની મજા પડી જાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ટેસ્ટી ભરેલા શિમલા મરચા.

    સામગ્રી


    2 થી 3 શિમલા મરચા

    3 થી 4 કપ બેસન એટલે કે ચણાનો લોટ

    આ પણ વાંચો: આ પરાઠા ખાઓ અને ફુલ ડે સ્ટેમિનાથી ભરપૂર રહો

    એક ચમચી લાલ મરચું

    એક ચમચી ઘાણાજીરું

    અડધી ચમચી હળદર

    એક ચમચી આમચૂર

    એક ચમચી જીરું

    એખ ચમચી રાઇ

    ચપટી હિંગ

    અડધી ચમચી જીરું પાવડર

    2 ચમચી તેલ

    સ્વાદાનુંસાર મીઠું

    બનાવવાની રીત



    • ભરેલા શિમલા મરચા બનાવવા માટે સૌ પ્રથમ શિમલા મરચાને બે પાણીથી ધોઇને કોરા કરી લો.


    આ પણ વાંચો: આ રીતે ઘરે બનાવો 'પનીર દહીં ટિક્કી'



      • હવે એક કડાઇમાં ચણાનો લોટ લો અને એને ધીમા ગેસે રોસ્ટ કરી લો.

      • જ્યારે ચણાના લોટનો રંગ બ્રાઉન રંગનો થાય એટલે ગેસ બંધ કરી દો.

      • હવે આ લોટને એક બાઉલમાં લઇ લો.

      • કડાઇમાં તેલ ગરમ કરવા માટે મુકો.

      • જ્યારે તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું, હિંગ નાંખો.

      • ત્યારબાદ શિમલા મરચા નાંખો અને થોડી વાર માટે થવા દો.

      • પછી આમાં હળદર, લાલ મરચું સહિતની અનેક વસ્તુઓ નાંખીને બધા મસાલા કરી લો.

      • છેલ્લે મીઠું નાંખીને બરાબર હલાવી દો.

      • બધા મસાલા થઇ જશે એટલે એમાંથી સ્મેલ આવવા લાગશે.

      • હવે આમાં ચણાનો લોટ નાંખો અને મિક્સ કરી દો.

      • શાકમાં થોડુ પાણી નાંખીને હલાવી દો, જેથી કરીને મસાલો એકબીજામાં મસ્ત બેસી જાય.

      • હવે કડાઇને ઢાંકીને ધીમા ગેસે 7 થી 8 મિનિટ માટે થવા દો.

      • શાકને વચ્ચે વચ્ચે હલાવતા રહો.






    • નક્કી કરેલા સમય પછી ગેસ બંધ કરી દો.

    • તો તૈયાર છે ભરેલા શિમલા મરચા.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Recipes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन