Home /News /lifestyle /ઇમ્યુનિટી બુસ્ટ કરે છે આંમળા આદુનો સૂપ, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે બનાવો

ઇમ્યુનિટી બુસ્ટ કરે છે આંમળા આદુનો સૂપ, સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઘરે બનાવો

આ સૂપ ઇમ્યુનિટી બુસ્ટ કરે છે

Amla ginger soup recipe: આંમળા આદુનો સૂપ શિયાળામાં તમે પીઓ છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ઠંડીમાં આંમળા અને આદુ એકદમ ફ્રેશ આવે છે. આંમળામાં વિટામીન સી હોય છે જે તમારા બોડીમાં અનેક ઉણપ પૂરી કરે છે. આદુ ઠંડીમાં શરીર ગરમાવો લાવે છે.  

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આંમળા અને આદુમાંથી બનતો આંમળા આદુ સૂપ શિયાળામાં તમે પીઓ છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ઠંડીની સિઝનમાં દરેક લોકોએ આ સૂપ પીવો જોઇએ. આ સૂપ પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને સાથે શરીરમાં તાકાત પણ રહે છે. આ સૂપ તમે મિનિટોમાં ઘરે બનાવી શકો છો. આંમળા આદુ સૂપ તમે આ રીતે બનાવો છો તો પીવાની મજા આવે છે. આંમળા આદુ સૂપ તમે આ રીતે ઘરે ટ્રાય અને બનાવો. આ સૂપ તમે બાળકોને પીવડાવો છો તો પણ અનેક રીતે ફાયદો થાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો આંમળા આદુ સૂપ.

સામગ્રી


3 થી 4 કાપેલા આંમળા

એક ટુકડો આદુ

અડધી ચમચી જીરું

આ પણ વાંચો:પીનટ બનાના સ્મૂધી ઘરે બનાવો અને એનર્જીથી ભરપૂર રહો

10 થી 15 મીઠા લીમડાના પાન

¼ ચમચી હળદર

એક લીલા મરચા

એક ચમચી દેસી ઘી

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • આંમળા આદુનો સૂપ બનાવવા માટે સૌ પ્રથમ આંમળાને ધોઇ લો અને કોરા કપડાથી લૂંછી લો.

  • ત્યારપછી આંમળા અને આદુને કુકરમાં નાંખો બાફી લો.


આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો પારલે-જી બિસ્કિટના લાડુ



    • હવે આંમળામાંથી ઠળિયા કાઢી લો અને એક પ્લેટમાં લઇ લો.

    • આંમળા અને આદુનું બાફેલું પાણી એક બાઉલમાં લઇ લો.

    • આંમળા અને આદુને મિક્સરમાં પીસી લો.

    • ત્યારબાદ જીરું, કાળા મરી, લીલા મરચા અને મીઠા લીમડાના પાનને મિક્સરમાં નાંખીને પીસી લો અને તૈયાર કરી લો.

    • એક પેનમાં ઘી ગરમ કરવા માટે મુકો.

    • ઘી ગરમ થઇ જાય એટલે એમાં ક્રશ કરેલા આંમળા-આદુના પાણીને પેનમાં એડ કરો અને થોડીવાર માટે થવા દો.

    • આ સૂપને ઉકાળી લો.

    • જ્યારે સૂપ ઉકળી જાય એટલે એમાં હીંગ નાખો અને થોડીવાર માટે થવા દો.

    • હવે આ સૂપને 2 થી 3 મિનિટ માટે થવા દો અને પછી ગેસ બંધ કરી દો.

    • તો તૈયાર છે આંમળા-આદુનો સૂપ.






  • આ સૂપ તમે અઠવાડિયામાં એક વાર પીઓ છો તો ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને સાથે તમારી હેલ્થ પણ સારી રહે છે.

  • ઠંડીમાં આંમળા એકદમ ફ્રેશ આવે છે. તમે જ્યારે પણ આંમળા બજારમાંથી લો ત્યારે મોટા લેજો, નાના લેતા નહીં. મોટા આંમળામાં મીઠાશ વધારે હોય છે.

First published:

Tags: Amla, Life style, Recipes, Soup recipe

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો