Home /News /lifestyle /પરાઠા બનાવો ત્યારે મિક્સ કરો આ બે વસ્તુ, ટેસ્ટમાં ટેસ્ટી બનશે, જોઇ લો VIDEO
પરાઠા બનાવો ત્યારે મિક્સ કરો આ બે વસ્તુ, ટેસ્ટમાં ટેસ્ટી બનશે, જોઇ લો VIDEO
ઠંડીમાં આ પરાઠા ખાવાની બહુ મજા આવે છે.
Aloo methi paratha recipe: આલુ-મેથીના પરાઠા ઠંડીમાં ખાવાની બહુ જ મજા આવે છે. આ પરાઠા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ પરાઠા તમારે બાળકોને પણ ઠંડીમાં ખવડાવવા જોઇએ. તમે આ પ્રોપર રીતે આલુ-મેથીના પરાઠા બનાવશો તો ટેસ્ટી બનશે અને ખાવાની પણ મજા આવશે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં જાતજાતના પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. ખાસ કરીને આ સિઝનમાં બજારમાં એકદમ ફ્રેશ તાજી મેથી મળે છે. તાજી મેથીના પરાઠા તમે ઘરે બનાવો છો તો સ્મેલ અને ટેસ્ટ બન્ને બહુ મસ્ત આવે છે. સામાન્ય રીતે અનેક લોકો પરાઠા સાદા બનાવતા હોય છે, પરંતુ તમે હવે જ્યારે પણ ઘરે પરાઠા બનાવો ત્યારે ખાસ કરીને બટાકા અને મેથી મિક્સ કરીને પછી બનાવજો. એક વાર ઘરે તમે આ રીતે આલુ મેથીના પરાઠા બનાવશો તો સાદા પરાઠા ખાવાનું ભૂલી જશો.મેથી પરાઠામાં તમારે બટાકાનું સ્ટફિંગ કરવાનું છે. જેમ તમે આલુ પરાઠા બનાવો છો બસ એ જ રીતે..આલુ મેથી પરાઠાની રેસિપી ઇન્સ્ટાગ્રામ યુઝર્સ ખુશીમિત્તલફૂડી (@khushimittalfoodie) એ આ રેસિપી શેર કરી છે. તો જાણી લો તમે અને આ રીતે ઘરે બનાવો આલુ-મેથી પરાઠા.