Home /News /lifestyle /કબજીયાત, ગેસ અને પેટને લગતી સમસ્યાઓને દૂર કરવા રોજ સવારમાં ખાઓ આ પરાઠા, મિનિટોમાં બની જશે

કબજીયાત, ગેસ અને પેટને લગતી સમસ્યાઓને દૂર કરવા રોજ સવારમાં ખાઓ આ પરાઠા, મિનિટોમાં બની જશે

પોષક તત્વોથી ભરપૂર હોય છે.

Ajwain paratha recipe: આજકાલ બજારમાં અનેક વેરાયટીના પરાઠા મળે છે. પરાઠા એક એવી રેસિપી છે જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. અજમાના આ પરાઠા પેટને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ પરાઠા રોજ સવારમાં ખાવાથી ફાયદો થાય છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરવા ઇચ્છો છો તો અજમાના પરાઠા એક બેસ્ટ ઓપ્શન છે. અજમાના પરાઠા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. અજમાના પરાઠા તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. અજમો પેટને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. આ પરાઠા અનેક પ્રકારના વિટામીન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પરાઠા તમે બ્રેકફાસ્ટમાં ખાઓ છો તો દિવસની શરૂઆત સારી થાય છે અને સાથે પેટ પણ સાફ થઇ જાય છે. તો જાણી લો તમે પણ ઘરે કેવી રીતે બનાવશો અજમાના પરાઠા.

સામગ્રી


બે કપ ઘઉંનો લોટ

બે ચમચી અજમો

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો સોજીના મેંદુ વડા

જરૂર મુજબ દેસી ઘી તેમજ તેલ

સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત



  • અજમાના પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ એક મોટો બાઉલ લો અને એમાં ઘઉંનો લોટ લો.

  • આ ઘઉંના લોટ અજમો અને મીઠું નાખો અને બરાબર મિક્સ કરી લો.

  • આ લોટ જરૂર મુજબ ઘી તેમજ તેલનું મોણ નાંખો.


આ પણ વાંચો:અહીં માત્ર 30 રૂપિયામાં મળે છે ભેળપૂરી



    • થોડુ-થોડુ હુંફાળુ પાણી નાખતા જાવો અને લોટ બાંધતા જાવો.

    • આ લોટ બાંધીને 15 મિનિટ માટે રહેવા દો.

    • પછી આ લોટમાંથી ગુલ્લા બનાવો અને એક પછી એક પરાઠા વણી લો.

    • હવે એક તવી ગરમ કરવા માટે મુકો.

    • તવી ગરમ થઇ જાય એટલે એક પછી એક એમ પરાઠાં તવી પર મુકો.

    • એક પરાઠાં તવી પર મુક્યા પછી તેલ તેમજ ઘી નાંખીને શેકી લો.

    • બન્ને સાઇડ આ રીતે પરાઠાને શેકી લો.

    • પરાઠા શેકાઇ જાય પછી એક પ્લેટમાં લઇ લો.

    • તો તૈયાર છે અજમાના પરાઠા.

    • આ પરાઠા તમે રોજ સવારમાં બે ખાઓ છો તો પેટને લગતી અનેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.






  • આ પરાઠામાં અજમો આવે છે જે પેટમાં થતી ગડબડમાંથી રાહત અપાવવાનું કામ કરે છે.

  • આમ, જો તમને સવારમાં પેટ સાફ થતુ નથી, પેટમાં દુખાવો થાય છે તેમજ બીજી અનેક સમસ્યાઓ છે તો તમે પણ રોજ સવારમાં અજમાના આ બે પરાઠા ખાઓ.

  • આ પરાઠા ખાવાથી સવારમાં પેટ સાફ થઇ જાય છે.

First published:

Tags: Life style, Recipes

विज्ञापन