લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જો તમે બજાર જેવું જ પરફેક્ટ દહીં (yogurt) જમાવવા ઇચ્છો છો તે પણ ફટાફટ તો તે માટે એકદમ આસાન ટિપ્સ (smiple tips) અમે તમારા માટે લઇને આવ્યા છીએ. આ માટે સૌ પહેલાં દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. જ્યારે દુધ થોડુ હુફાળુ થાય ત્યારે તેમાં દહીંનું મેરવણ ઉમેરો. અને તેને સારી રીતે મિક્સ કરી લો. (recipe)
જો તમે દહીંને જલ્દી જમાવવા માંગો છો તો તે માટે માઇક્રોવેવ કે ઓવનનો ઉપયોગ કરી શકો છો. દૂધ હુફાળુ થાય પછી તેમાં દહીંનું મેળવણ ઉમેરીને માઇક્રોવેવમાં 180 ડિગ્રી પર બે મિનિટ માટે પ્રી હીટ કરો. તે બાદ
સ્વિચ બંધ કરી દો. આમ કરવાથી દહીં માત્ર 2 કલાકમાં મળી જશે.
-ઘરે દહીં જમાવતા આ વાતોનુ રાખો ધ્યાન
-ઘટ્ટ દહીં જમાવવા માટે વધુ ફેટ વાળુ ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.
-જે વાસણમાં દૂધ ઉકાળો તેમા ક્યારેય દહીં ન જમાવો.
-ખૂબ જ ગરમ દૂધમાં મેળવણ મિક્સ ન કરો. તેમ કરવાથી દહી પાણી છોડે છે
-દહીં જમાવતી વખતે દૂધ વધુ પડતું ગરમ કે ઠંડુ ન હોવુ જોઈએ