Home /News /lifestyle /

જાણો બાળકોને શા માટે થાય છે કબજિયાત? ડાયટમાં આ 4 વસ્તુ શામેલ કરીને દૂર કરો આ સમસ્યા

જાણો બાળકોને શા માટે થાય છે કબજિયાત? ડાયટમાં આ 4 વસ્તુ શામેલ કરીને દૂર કરો આ સમસ્યા

ડાયટમાં આ 4 વસ્તુ શામેલ કરીને દૂર કરો બાળકોના કબજિયાતની સમસ્યા

Constipation in kids: જો તમારું બાળક ટોયલેટમાં જઈને વધુ સમય સુધી બેસી રહે છે, તેનો અર્થ છે કે, તેને મળત્યાગ કરવામાં પરેશાની થઈ રહી છે. પેટ ઘણા દિવસ સુધી સાફ ન થાય, તો બાળકને પેટમાં દુખાવાની, પેટ ફૂલવાની સમસ્યા થાય છે. કબજિયાત થવી તે એક સામાન્ય સમસ્યા છે.

વધુ જુઓ ...
    Constipation in kids: કબજિયાતની સમસ્યા માત્ર મોટા લોકોમાં જ નહીં, પરંતુ બાળકોમાં પણ જોવા મળે છે. જો તમારું બાળક ટોયલેટમાં જઈને વધુ સમય સુધી બેસી રહે છે, તેનો અર્થ છે કે, તેને મળત્યાગ કરવામાં પરેશાની થઈ રહી છે. પેટ ઘણા દિવસ સુધી સાફ ન થાય, તો બાળકને પેટમાં દુખાવાની, પેટ ફૂલવાની સમસ્યા થાય છે. કબજિયાત થવી તે એક સામાન્ય સમસ્યા છે. બાળકોમાં ત્રણ અથવા તેનાથી ઓછી બાઉલ મૂમેન્ટ થાય તો તેને કબજિયાત કહે છે. કબજિયાત થવાથી મળ એકદમ કડક અને ડ્રાય થઈ જાય છે. જેના કારણે મળત્યાગ કરવામાં મુશ્કેલી થાય છે.

    બાળકોમાં કબજિયાતના લક્ષણ


    stylesatlife.com માં આ સમસ્યા અંગે રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર જ્યારે આંતરડામાં માંસપેશીઓ સંકોચાઈ જાય ત્યારે મળ જલ્દી બહાર આવતું નથી અથવા મળમાં પાણીની કમી હોય છે. જેના કારણે આંતરડામાંથી મળ બહાર નીકળવામાં સમસ્યા થાય છે. કબજિયાત થવાને કારણે મળત્યાગ કરવામાં ખૂબ જ સમસ્યા થાય છે, તો કેટલાક બાળકો અને વયસ્કોને દુખાવો પણ થાય છે.

    આ પણ વાંચો: Knee pain relief remedies: હવે ઘૂંટણના દુખવાને કહો bye bye,લગાવો આ તેલ, ચપટીમાં આપશે રાહત

    બાળકો ઓછું પાણી પીવે, ફાઈબરયુક્ત ભોજનનું સેવન ન કરે, વધુ પ્રમાણમાં ફેટવાળુ ભોજન કરે, કસરત ઓછી કરે અથવા મેડીકલ કંડીશનને કારણે પણ કબજિયાતની સમસ્યા થાય છે. ડાયટમાં કેટલાર ફેરફાર કરીને બાળકોમાં કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. ઘણી વાર બાળક તણાવનો સામનો કરે તો કબજિયાત થાય છે. નવા મિત્ર બનવા, શિક્ષકોથી ડર લાગવો, શાળાએ ના જવું, કોઈ વસ્તુને લઈને હંમેશા ચિંતામાં રહેવું, ઘરમાં થતા ઝઘડાને કારણે બાળક તણાવમાં આવી શકે છે.

    બાળકોમાં કબજિયાતના લક્ષણ


    એક સપ્તાહમાં ત્રણથી ઓછી વાર મળત્યાગ કરવો

    મળત્યાગ થવામાં મુશ્કેલી થવી

    મળત્યાગ કરતા સમયે દુખાવો થવો

    અંડરવેરમાં તરલ અથવા પેસ્ટી મળના નિશાન

    આ ફૂડને ડાયટમાં શામેલ કરીને કબજિયાત દૂર કરો

    વધુ માત્રામાં પાણી પીવો


    મોટાભાગના બાળકો આખા દિવસ દરમિયાન ખૂબ જ ઓછું પાણી પીવે છે, જેના કારણે બાળકોના આરોગ્ય પર અસર થાય છે. બાળકોને વઘુ પાણી પીવા માટે સમજાવો. દિવસમાં 6થી 7 ગ્લાસ પાણી પીવું જરૂરી છે, કબજિયાતની સમસ્યા હોય તો વધુ માત્રામાં પાણી પીવું. વધુ માત્રામાં પાણી પીવાથી શરીરમાંથી સરળતાથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે.

    ફાઈબરયુક્ત ભોજનનું સેવન કરો


    બાઉલ મૂમેન્ટ યોગ્ય રીતે થાય તે માટે ફાઈબરયુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ. આજકાલ મોટાભાગના બાળકો મેગી, જંક ફૂડ, ચીપ્સ, બિસ્કીટ જ ખાતા હોય છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થાય છે. ફાઈબરયુક્ત ભોજનનું સેવન કરવાથી સરળતાથી મળત્યાગ થાય છે. બાળકો સાબુત અનાજ, લીલા શાકભાજી, ફાઈબરયુક્ત ફળ, બીન્સ અને દાળનું સેવન કરે તેવા પ્રયાસ કરવા જોઈએ.

    અળસીના બીજનું સેવન કરો


    અળસીના બીજનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. અળસીના બીજમાં ફાઈબર હોવાથી તેનો પાઉડર બનાવીને જ્યૂસ, સ્મુધી, સલાડ, દહીં, સૂપમાં નાખીને તેનું સેવન કરવું જોઈએ.

    આ પણ વાંચો: જો બાળકને મચ્છર અથવા કીડી કરડે તો કરો આ તેલનો ઉપયોગ, પીડા અને બળતરાથી તુરંત મળશે રાહત

    હુંફાળા દૂધ સાથે કેળાનું સેવન


    બાળકોને કેળા ખૂબ જ પસંદ હોય છે. બાળકોને હુંફાળા દૂધ સાથે કેળા ખાવા માટે આપો. કેળાને ધીરે ધીરે ચાવીને ગરમ દૂધ સાથે ખાવાથી સરળતાથી મળત્યાગ થાય છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle

    આગામી સમાચાર