Home /News /lifestyle /

આ 3 કારણોથી વધી શકે છે હિપ્સ પરની ચરબી, નિતંબ પરની વધતી ચરબીને આ રીતે અટકાવો

આ 3 કારણોથી વધી શકે છે હિપ્સ પરની ચરબી, નિતંબ પરની વધતી ચરબીને આ રીતે અટકાવો

આ 3 કારણોથી વધી શકે છે હિપ્સ પરની ચરબી

Reason for Big Buttocks: હિપ્સ પર વધતી જતી ચરબી ન માત્ર શરીરનો શેપ બગાડે છે પરંતુ સાથે સાથે શરીરમાં ઘણી બીમારીઓ ને પણ આમંત્રણ આપે છે. આજે અહી અમે આપણે જણાવીશું કે Buttocks પર ચરબી (Fat) જમા થવાના શું કારણ હોય શકે છે?

  Reason for Big Buttocks: હિપ્સ પર વધતી જતી ચરબી ન માત્ર શરીરનો શેપ બગાડે છે પરંતુ સાથે સાથે શરીરમાં ઘણી બીમારીઓ ને પણ આમંત્રણ આપે છે. આજે અહી અમે આપણે જણાવીશું કે Buttocks પર ચરબી (Fat) જમા થવાના શું કારણ હોય શકે છે?

  હેલ્થ શોટ્સ અનુસાર શરીરનો વધતો વજન દિનપ્રતિદિન ઘણી સ્વાસ્થય સમસ્યાઓને આમંત્રણ આપે છે. વધતો વજન શરીરમાં ક્યારેક ગંભીર બીમારીઓનું જોખમ ઊભું કરે છે. આ સાથે જ શરીરના અમુક અંગો પર વધારાની ચરબી જમા થવા લાગે છે જે બોડી સ્ટ્રકચરને પણ બગાડે છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પરેશાન હોવ અથવા તો તમારા શરીનો વધતો વજન સાથળ, પેટનો નિચોને ભાગ, નિતંબને ઘણો પ્રભાવિત કરે છે.

  આ પણ વાંચો: શા માટે દુબળા-પાતળા લોકોનું નથી વધતું વજન? વૈજ્ઞાનિકોએ ખોલ્યું સ્લિમ બોડીનું સિક્રેટ

  વજન વધતા જ ઉપર જણાવેલા શરીરના ભાગોમાં ચરબી જમા થવાનું શરૂ થઈ જાય છે. જો તેને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો તે શરીરનો આકાર તો બગાડે જ છે પરંતુ સાથે સાથે ઘણી શારીરિક સમસ્યાઓ પણ સર્જે છે. બટ ફેટ વધવાના ઘણા કારણો હોય શકે છે. ચાલો આજે અહી આપણે જાણીએ કે નિતંબ પર ફેટ જમા થવાના કારણો અને તેને કંટ્રોલ કરવાના ઉપાયો વિશે...

  બટ ફેટ વધવાના મુખ્ય ત્રણ કારણ (3 main reasons for increasing butt fat)


  1 મેનોપોઝ દરમિયાન


  મેનોપોઝ દરમિયાન, હોર્મોનલ ફેરફારોને કારણે, હિપ્સ, નિતંબ અને નીચલા પેટમાં ચરબી એકઠી થાય છે. પ્રિમેનોપોઝ અને મેનોપોઝ દરમિયાન એસ્ટ્રોજનના ઘટાડાને કારણે પણ બટ ફેટ જેવી જ સમસ્યા જોવા મળે છે.

  2 બિનઆરોગ્યપ્રદ આહાર


  પ્રોસેસ્ડ ફૂડ, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ અને શુગર ડ્રિંક્સ જેવા ખોરાકના વધુ પડતા વપરાશથી પેટના નીચેના ભાગમાં, હિપ્સ અને નિતંબમાં ચરબી જમા થઈ શકે છે. તેની સાથે આ ખોરાક ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે, જેના કારણે શરીરમાં ચરબીનો સંગ્રહ વધવા લાગે છે.

  3 લાંબા સમય સુધી ચાલતા તણાવ


  જ્યારે તમે તણાવમાં હોવ છો, ત્યારે શરીર કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન છોડે છે. બીજી બાજુ, લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી લોહીમાં કોર્ટિસોલનું સ્તર વધે છે, અને આ પેટ અને નિતંબની ચરબીનું કારણ બની શકે છે.

  બટ ફેટ ઘટાડવા અપનાવો આ 5 ટિપ્સ


  1 રનિંગ


  શરીરના કોઈપણ ભાગમાંથી વધારાની ચરબી ઘટાડવા માટે દોડવું સૌથી અસરકારક છે. દોડવાથી પગ અને નિતંબના સ્નાયુઓ ટોન થાય છે. આ રીતે, જાંઘ અને નિતંબની વધારાની ચરબી બળી જાય છે અને તેને સારો આકાર મળે છે.

  દોડવાથી હૃદય અને ફેફસાના કાર્યો પણ સંતુલિત થાય છે. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ દોડી શકતી નથી, તો નિયમિત ચાલવું એ પણ કેલરી બર્ન કરવા માટે એક સારો વિકલ્પ છે.

  2 સાઇડ લાઇંગ હિપ એબડક્શન


  સાઇડ લેઇંગ હિપ એડક્શન ગ્લુટીયસ મીડીયસ સ્નાયુઓને મજબૂત રાખે છે. આ કસરત વધારાની ચરબી ઘટાડવાની સાથે ઘૂંટણના દુખાવામાં પણ મદદ કરે છે.

  આ સ્ટેપ્સ સાથે સાઇડ લાઇંગ હિપ એડક્શન કરો


  બાજુની સ્થિતિમાં સૂઈ જાઓ, તમારા હાથની મદદથી તમારા માથાને ઉપર રાખો. ઘૂંટણ અને પગ સીધા રાખો.

  આ પણ વાંચો: Ginger Remedy: માત્ર શરદી ઉધરસ જ નહીં ડાયાબિટીસમાં પણ લાભકારી છે આદું, જાણો નિયમિત સેવન કરવાના ફાયદા

  હવે ધીમે ધીમે એક પગને બને તેટલો ઊંચો કરો. ધ્યાનમાં રાખો કે હલનચલન કર્યા વિના, આ જ સ્થિતિમાં કરો.

  હવે પગને નીચે કરો અને પછી ફરીથી તે જ રીતે રિપીટ કરો. તે પછી, બાજુ બદલો અને બીજી બાજુથી બીજા પગ સાથે તે જ કરો. યોગ્ય પરિણામો માટે, આ કસરતના 20 ના ઓછામાં ઓછા 2 સેટ કરો.

  3 સીડી ચઢો


  અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવાને બદલે ઓફિસ, ઘર અને અન્ય સ્થળોએ સીડીઓ ચઢવાનો પ્રયાસ કરો. બટ ફેટ ઘટાડવા માટે આ સૌથી સરળ અને અસરકારક રીતોમાંથી એક હોઈ શકે છે. સીડી ચડતી વખતે, આપણા નિતંબ અને જાંઘના સ્નાયુઓ પર દબાણ આવે છે, અને તેઓ વધુ સારો આકાર લઈ શકે છે.

  બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન દ્વારા પ્રકાશિત ડેટા અનુસાર, કેટલીક મહિલાઓને મર્યાદિત સમય માટે નિયમિતપણે સીડી ચડવા માટે કહેવામાં આવ્યું હતું. આમ કરનાર તમામ મહિલાઓના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. આ સાથે સીડીનો ઉપયોગ કરવાથી ઘણી બધી કેલરી બર્ન થાય છે.

  4 સ્ક્વોટ્સ (squats)


  સ્ક્વોટ્સ એ દરેક વ્યક્તિની એકસરસાઈઝ પ્લાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ એટલા માટે છે કારણ કે સ્ક્વોટ બટ, પગ અને નીચલા પેટના સ્નાયુઓ એક સાથે કામ કરી શકે છે. બીજી તરફ, નિષ્ણાતોના મતે, બટ ફેટ ઘટાડવા માટે સ્ક્વોટ્સ શ્રેષ્ઠ વિકલ્પ છે.

  સ્ક્વોટ્સ કરવાની સાચી રીત જાણો


  સૌ પ્રથમ, સીધા ઊભા રહો અને તમારા બંને હાથને સીધા કરીને સંતુલન બનાવો.

  હવે ધીમે ધીમે તમારા નિતંબને નીચે ખસેડો પરંતુ કાળજી રાખો કે સંપૂર્ણપણે સપાટી પર ન આવે.

  જો આ ન સમજાય, તો કલ્પના કરો કે તમે ખુરશી પર બેઠા છો.

  હવે એ જ રીતે દિવસમાં 3 થી 4 વખત ઓછામાં ઓછા 20 સ્ક્વોટ્સનો સેટ કરવાનો પ્રયાસ કરો.

  આ પણ વાંચો: Health Tips: ઓફિસમાં કલાકો સુધી ડેસ્ક પર બેસીને કમર અને ગરદનના દુખાવાથી છો પરેશાન? રિલેક્સ થવા અપનાવો આ ટિપ્સ

  5 લંજેજ


  નીચલા શરીરને મજબૂત બનાવવાની સાથે, લંગ ગ્લુટેસ મેક્સિમસને પણ સક્રિય કરે છે. લંજેજ નિતંબ, જાંઘ અને પેટના નીચેના ભાગના સ્નાયુઓને આરામ આપે છે અને વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

  અહીં જાણો લંજેજ કરવાની સાચી રીત


  સીધા ઊભા રહો, પછી હિપથી અંતર રાખીને એક પગ આગળ રાખો.

  હવે આગળના પગથી 90 ડિગ્રીનો ખૂણો બનાવીને શરીરને ધીમે-ધીમે નીચે ઝુકાવો.

  બીજા પગના ઘૂંટણને સપાટીને સ્પર્શ ન કરવા દેવાનું ધ્યાન રાખો. તે પછી સીધા ઊભા રહો અને બીજા પગ સાથે સમાન ખૂણા બનાવીને રિપીટ કરો.

  યોગ્ય પરિણામો માટે નિયમિતપણે 20 લંજેજના 2 સેટ કરો.
  Published by:Rahul Vegda
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन