આખરે કેમ બદામને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે?

News18 Gujarati
Updated: February 29, 2020, 3:34 PM IST
આખરે કેમ બદામને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે?
બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવી હિતાવહ છે.

આયુર્વેદ એમ પણ કહે છે કે બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક બને છે.

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક : બદામ ખાવાનાં આપણે અનેક ફાયદા જાણીએ છીએ, પરંતુ પલાળેલી બદામ કેમ ખાવામાં આવે છે તે જાણતા નથી. મિનરલ, વિટામિન, ઝિંક કેલ્શિયમથી ભરપુર આ બદામ શરીર માટે ઘણી જ લાભકારી છે. આયુર્વેદમાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ અપાઈ છે. બદામ ખાવાથી શરીરને ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે. આયુર્વેદ એમ પણ કહે છે કે બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક બને છે. હવે જાણીએ પલાળેલી બદામથી આપણા શરીરને કેટલા ફાયદા થાય છે.

હાર્ટને રાખશે હેલ્ધી

રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી દિલને સ્વસ્થ રાખી શકાય છે. જનરલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટનું માનીએ તો બદામ એન્ટિઓક્સિડેન્ટ એજંટ હોય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલના ઓક્સીકરણને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આવામાં આ દિલની બીમારીઓને પણ દૂર રાખે છે.

હાઈ બ્લડ પ્રેશરને કરે છે નિયંત્રિત

પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરી શકાય છે. બદામ ખાવાથી લોહીમાં અલ્ફાલ ટોકોફેરોલની માત્રા વધી જાય છે તેથી આ બીપીને બનાવી રાખે છે.

કોલેસ્ટ્રોલ પર રાખે છે નિયંત્રણબેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દેશમાં દિવસો દિવસ વધી રહી છે. જેને હાર્ટની બીમારીઓ અને બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ જેવા અનેક રોગોનું એક મોટું કારણ માનવામાં આવે છે. જો કે પલાળેલી બદામ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ રાખી શકાય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડી દે છે.

વજન ઘટાડશે

આજના સમયમાં લોકોનુ વધતું વજન પણ માટે ખૂબ મોટી સમસ્યા છે. આવામાં બદામને પાણીમાં પલાળીને ખાધા પછી વજન ઘટાડી શકાય છે. કારણ કે તેમા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે. જે તમારી ભૂખને ઓછી કરે છે. ભૂખ ઓછી લાગવાથી તમે ખાશો પણ ઓછું, અને તેના કારણે તમારું વજન પણ કાબૂમાં રહેશે.

આ પણ વાંચો : પાર્લરમાં નહીં, આ રીતે ઘરે જ કરો કેરોટિન ટ્રિટમેન્ટ

ચહેરાની કરચલીઓ દૂર કરશે

વિટામીન Eથી ભરપૂર બદામનું નિયમિત સેવન કરવામાં આવે તો તે એન્ટિએજીંગનું કામ કરે છે. સ્કિન હેલ્ધી બનાવે છે. સ્કિન પરની કરચલીઓ દૂર કરે છે અને સાથે જ લાંબા સમય સુધી તેને કાંતીવાન બનાવે છે. ચહેરાની કરચલીઓ દૂર કરશે

ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં પણ લાભકારી

ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે મોટી સંખ્યામાં લોકો ઝઝૂમી રહ્યા છે. જો લોકો રોજ રાત્રે બદામને પાણીમાં પલાળીને સવારે તેના છોતરા ઉતારીને ખાશો તો શુગર લેવલ વધવાથી રોકી શકાય છે.
First published: February 29, 2020, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading